GSTV
India News ટોપ સ્ટોરી

બંગાળના જલપાઈગુડીમાં મોટી રેલ દુર્ઘટના/ બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ, 4 લોકોના મોત, 50થી વધારે લોકો ઘાયલ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી વિસ્તારની મૈનગુડીમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ઘઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાની સૂચના મળી રહી છે. આપને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં 12 જેટલા ડબ્બા ખડી પડ્યા છે. જો કે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ડબ્બામાંથી ચાર ડબ્બા એવા પણ હતા જેમાં પેસેન્જરો ભરેલા હતાં.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થઈ ગયા છે તથા 50થી વધારે લોકો ઘાયલ થયા છે.

આ ટ્રેન બીકાનેરથી ગુવાહટી જઈ રહી હતી. ત્યારે વચ્ચે મૈનાગુડીમાંથી પસાર થતી વખતે આ દુર્ઘટના થઈ હતી. માહિતી મળતા જ રેલ્વે પોલીસ તંત્ર સાથે જિલ્લાના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોને ડબ્બામાંથી કાઢીને હાલ તેમને હોસ્પિટલ ભેગા કરવામાં આવી રહ્યા છે.

આ ઘટના ગુરૂવારે સાંજે લગભગ 5.15 કલાકે ઘટી હતી. ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને મુસાફરોથી ભરેલા 4 ડબ્બા પણ ખડી પડ્યા હતા. તેમાંથી એક ડબ્બો તો પાણીમાં ઉતરી ગયો છે. જેમાં ફસાયેલા મુસાફરોને કાઢવામાં આવી રહ્યા છે.

ઘાયલ મુસાફરોને સારવાર આપવા માટે ત્યાં 30 જેટલી એમ્બ્યુલન્સને રવાના કરી દેવામાં આવી છે. ઉપરાંત સિલીગુડીથી રિલીફ ટ્રેન પણ મોકલવામાં આવી રહી છે.

ગુવાહટી બીકાનેર એક્સપ્રેસની ગાડી નંબર 15633 છે. અને તે લગભગ 5 વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટના મૈનાગુડી અને દોમોહાની સ્ટેશનની વચ્ચે થઈ હતી. ટ્રેન બીકાનેરથી ગુવાહટી જઈ રહી હતી. કહેવાય છે કે, આ દુર્ઘટના સમયે એક્સપ્રેસ ટ્રેન 40 કિમી પ્રતિ કલાકથી ઝડપે દોડી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે, 12 ડબ્બા ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. તેમાંથી ચાર ડબ્બામાં એકદમ ખરાબ હાલતમાં તૂટી ગયા છે. ટ્રેનમાં સફર કરનારા એક મુસાફરે જણાવ્યુઁ છે કે, અચાનકથી ટ્રેનમાં ઝટકા લાગવા લાગ્યા અને ડબ્બા પલટી ગયાં.

ઘટનાસ્થળે લાઈટ્સ લગાવામા આવી રહી છે. હોસ્પિટલ સાથે સંપર્ક

રેલ્વે તરફથી એવી જાણકારી મેળવવાની કોશિશ કરવામા આવી રહી છે કે, જે ડબ્બા પલ્ટી ગયા છે તે સાધારણ ડબ્બા છે કે, રિઝર્વેશન ડબ્બા છે. રેલ્વે તરફથી અનામત યાદી તૈયાર કરવા માટે કહેવામા આવ્યું છે. જેથી એ જાણી શકાય.આ સાથે જ ઘટનાસ્થળે લાઈટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છએ. કારણ કે, ધીમે ધીમે અંધારૂ થઈ રહ્યું છે. આવી સ્થિતીમાં રાહત કાર્ય પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેથી ત્યાં લાઈટ્સની પણ જરૂર પડશે. સાથે જ હોસ્પિટલો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અને ત્યાં લોકોના પહોંચવાની પણ વ્યવસ્થા કરવામા આવી છે.

મમતા બેનર્જીએ રાહત બચાવમાં સામેલ થવા સૂચના આપી છે.
પીએમ નરેન્દ્ર મોદી સાથે સીએમ મમતા બેનર્જીની વર્ચ્યુઅલ મીટિંગ ચાલી રહી હતી. તે જ સમયે અકસ્માતની માહિતી મળી હતી. સીએમ મમતા બેનર્જીએ ઉત્તર બંગાળના વહીવટી અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને તેમને અકસ્માત સ્થળ પર જવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે રાહત બચાવ કાર્યમાં જોડાવવા સૂચના આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ નરેન્દ્રએ સીએમ મમતા બેનર્જીએ અકસ્માત અંગે પૂછપરછ કરી છે. ડીઆરએમ દિલીપ કુમાર સિંહે કહ્યું, “પ્રાથમિક સ્તરે માહિતી પ્રાપ્ત થઈ છે. અમે ઘટના સ્થળે પહોંચી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા ઘાયલ લોકોને બહાર કાઢવાની છે. ચાર કોચ પલટી ગયા હોવાના અહેવાલ છે. રાહત માટે વિવિધ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે.

રેલવેએ હેલ્પલાઈન નંબર 03612731622, 03612731623 જાહેર કર્યા છે.

રેલ્વેએ રેસ્ક્યુ હેલ્પલાઈન બહાર પાડી

આટલા મોટા અકસ્માત બાદ રેલ્વેએ ઘાયલોના પરિવારજનો માટે બે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. તમે આ બે નંબરો પર 03612731622, 03612731623 ડાયલ કરીને માહિતી મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે ટ્રેન નંબર UP 15633 ના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

CMએ બચાવના આદેશ આપ્યા

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘાયલોની વહેલી તકે સારવાર કરવાના નિર્દેશ આપ્યા છે અને બચાવ કામગીરીના આદેશ પણ આપ્યા છે.

ટ્રેન ગુવાહાટી તરફ જઈ રહી હતી.


ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન રાતે 12.30 વાગ્યા સુધીમાં ગુવાહાટી પહોંચવાની હતી, પરંતુ તે પહેલા જ આ મોટી ટ્રેન દુર્ઘટના થઈ ગઈ. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેનો આંકડો રેલવે દ્વારા હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

READ ALSO

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV