GSTV
Home » News » યૂપીનાં મઉમાં સમાજવાદી નેતા બિજલી યાદવનું થયું મર્ડર, ગોળી મારીને કરાઈ હત્યા

યૂપીનાં મઉમાં સમાજવાદી નેતા બિજલી યાદવનું થયું મર્ડર, ગોળી મારીને કરાઈ હત્યા

ઉત્તર પ્રદેશનાં મઉમાં રવિવારની સવારે સમાજવાદી પાર્ટી (સપા)નેતા બિજલી યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મોહમ્મદાબા વિસ્તારમાં બિજલી યાદવને અજ્ઞાત હમલાવરોએ ગોળી મારી દીધી હતી. હત્યારાઓ આ ઘટનાને અંજામ આપ્યા પછી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણકારી મળ્યા પછી પોલીસ તાબડોત ઘટનાસ્થળ પર પહોંચીને ફરીયાદ દાખલ કરીને તાપસ શરૂ કરી દીધી છે.

એક અહેવાલ મુજબ બિજલી યાદવ સવાર-સવારમાં ફરવા નિક્ળ્યા હતા. ત્યારે તે દરમ્યાન બિજલી યાદવની કાનપટ્ટી પર પિસ્તોલથી ગોળી મારી દીધી હતી. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જો કે આ હત્યા આશ માટે કરવામાં આવી હતી તેનું કારણ સામે આવ્યું નથી. આ વર્ષનાં અંતમાં યૂપીમાં પંચાયત ચૂંટણી છે. જેની તૈયારીમાં બિજલી યાદવ લાગ્યા હતા. લોકોનું કહેવું છે કે ચૂંટણીની હરીફાઇ હત્યાનું કારણ હોઈ શકે છે.

બિજલી યાદવ મોહમ્મદાબાદ બોહના કોતવાલીનાં કોપાગંજ બ્લોક ક્ષેત્રનાં બરજલા શેખવલિયા ગામનાં નિવાસી હતી. તે સપાનાં નેતા અને પૂર્વ પ્રધાન હતા. મઉનાં બે પોલીસ સ્ટેશન અને મઉ જિલ્લાનાં પોલીસ અધિકક્ષક અનુરાગ આર્ય ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે પોલીસે આ હત્યાકાંડનો જલ્દી જલ્દી ખુલાસો થાય તે વાત કરી હતી.

READ ALSO

Related posts

30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ, મોદી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ

Pravin Makwana

આ છે વિશ્વની એક માત્ર અનોખી રેસ્ટોરન્ટ, જ્યાં ગ્રાહકો બોલી નથી શકતા કારણકે…

pratik shah

ચીનના 13 શહેરો લોકડાઉન, 6 દિવસમાં એવું કરશે કે આ માત્ર ચીનીઓ જ કરી શકે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!