GSTV
Home » News » ભાજપે કર્યો સવાલ, રાહુલ ગાંધી જણાવે કે તેમની 55 લાખ રૂપિયાની સંપત્તિ 9 કરોડ કેવીરીતે થઈ

ભાજપે કર્યો સવાલ, રાહુલ ગાંધી જણાવે કે તેમની 55 લાખ રૂપિયાની સંપત્તિ 9 કરોડ કેવીરીતે થઈ

લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ તેજ થઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ તેજ થઈ રહી છે. પહેલા કોંગ્રેસે કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાના સહારે ભાજપ હાઈકમાન્ડ પર તીખા શાબ્દિક પ્રહાર કર્યાં.

તો હવે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે મોરચો ખોલી દીધો છે. હવે કેન્દ્રીય પ્રધાન અને પટના સાહિબથી ભાજપ ઉમેદવાર રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર હુમલો કરી તેમની આવકનો સ્ત્રોત પૂછ્યો છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધી જણાવે કે તેમની સંપત્તિ જે 2004માં 55 લાખ હતી, તે 2014માં વધીને 9 કરોડ કેવીરીતે થઈ.

રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરીષદમાં પૂછ્યું, રાહુલ ગાંધી જ્યારથી રાજનીતિમાં આવ્યા છે, તેમની આવકનો સ્ત્રોત ફક્ત સાંસદનું વેતન છે. આ સિવાય કોઈ બીજી આવકનો સ્ત્રોત નથી. તેમના 2004ના એફિડેવિટમાં તેમની આવક 55 લાખ 38 હજાર રૂપિયા જણાવવામાં આવી હતી. 2009 સુધી આવતા-આવતા આ આવક 2 કરોડ થઇ ગઇ. તો જ્યારે તેમણે 2014ની ચૂંટણી લડી તો તેમની આવક વધીને 9 કરોડ થઇ. રવિશંકર પ્રસાદે તીખા શાબ્દિક પ્રહાર કરીને કહ્યું કે આપણે બધા આ વાત જાણવા માંગીએ છીએ કે તમારી આવક 55 લાખથી વધીને 9 કરોડ કેવીરીતે થઈ.

યેદિયુરપ્પાની ડાયરી પર સ્પષ્ટીકરણ આપે વડાપ્રધાન: વેણુગોપાલ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે યેદિયુરપ્પા સીએમ હતા ત્યારે ભાજપના હાઈ કમાન્ડને કરોડો રૂપિયા આપ્યા હતાં. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પા દ્વારા ભાજપના નેતાઓને કથિત રીતે નાણાં આપ્યા હોવાની જોડાયેલી ડાયરીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો અને કહ્યું કે આ મામલે મોદીએ સ્પષ્ટકરણ આપવુ જોઈએ.

વેણુગોપાલે એક નિવેદનમાં કહ્યું, યેદિયુરપ્પાની ડાયરીથી 1800 કરોડ રૂપિયાના મોટા ભ્રષ્ટાચારના સંકેત મળે છે. જેને તપાસની જરૂર છે, કારણકે તેનાથી ભ્રષ્ટાચાર લડવાના મોદી સરકારના દાવાનો ભાંડાફોડ થાય છે.

તેમણે કહ્યું, ‘આ ડાયરી દ્વારા સામે આવેલી વાતો પર વડાપ્રધાને સ્પષ્ટીકરણ આપવુ જોઈએ. વડાપ્રધાન તેનો ખુલાસો કરે કે ભાજપના વરીષ્ઠ નેતાઓએ પૈસા આપ્યા હતા કે નહીં.’ કોંગ્રેસ મહાસચિવે યેદિયુરપ્પા સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ મામલાની તપાસ લોકપાલ સાથે થવી જોઈએ.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel