GSTV
Home » News » બિહારમાં પ્રચંડ હીટવેવ: લૂ લાગવાથી 61નાં મોત, અનેક લોકો બિમાર

બિહારમાં પ્રચંડ હીટવેવ: લૂ લાગવાથી 61નાં મોત, અનેક લોકો બિમાર

ઉત્તરભારત બાદ હવે બિહાર હીટવેવનો ભોગ બન્યુ છે. બિહારમાં હાલ પ્રચંડ હીટવેવની સ્થિતિ છે. લૂ લાગવાના કારણે બિહારમાં ૬૧ લોકોના મોત નિપજ્યા છે. બિહારના ત્રણ જિલ્લા આ હીટવેવથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.હીટવેવના કારણે ઔરંગાબાદ જિલ્લામાં ૩૦, ગયા જિલ્લામાં ૨૦ અને નવાડા જિલ્લામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી નિતિશ કુમારે મૃતકોના પરિવારને ચાર લાખ સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત પ્રચંડ હીટવેવના કારણે રાજ્યના અનેક લોકો બિમાર છે, જેને સરકાર તરફથી પુરતી તબીબી સેવા આપવાનો પ્રયાસ શરૂ છે.

રવિવારે બિહારના પાટનગર પટનામાં પારો ૪૫.૮ ડિગ્રી પર પહોંચ્યો હતો અને છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડયો છે. તો ગયા અનો ભાગલપુરમાં પણ હાઇએસ્ટ ૪૫.૨ અને ૪૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પટના, ગયા અને ભાગલપુરમાં અનુક્રમે ૯.૨, ૭.૬ અને ૫.૫ ડિગ્રી સામાન્ય કરતા વધારે તાપમાન નોંધાયુ છે.

હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ હીટવેવની આ જ સ્થિતિ યથાવત રહેશે. આ સિવાય બિહારના મુજફ્ફરપુરમાં તાવના કારણે મૃત્યુ પામનાર બાળકોનો આંકડો ૯૩ થયો છે. તાવના કારણે મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનોને પણ ચાર લાખ આપવાની જાહેરાત બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કરી છે. મુજફ્ફરપુરમાં એક્યુટ ઇંસેફેલાઇટીસ સિંડ્રોમ(ચમકી) નામના તાવને કારણે બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જેેથી રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પરિસ્થિતિની માહિતી મેળવવા માટે મુજફ્ફરપુરની મુલાકાત લીધી હતી.

તેઓ જ્યારે હોસ્પિટલમાં બિમાર બાળકોને જોવા પહોંચ્યા ત્યારે તેમની સામે જ એક પાંચ વર્ષની બાળકીએ છેલ્લા શ્વાસ લીધા હતા. તે બાળકીનું નામ નિશા હતું જે રાજેપુરની રહેવાસી હતી. ૧૫ વર્ષની ઉંમર સુધીના બાળકો આ બિમારીનો ભોગ બની રહ્યા છે અને મરનાર બાળકોમાં એકથી સાત વર્ષની વચ્ચેના બાળકોની સંખ્યા વધારે છે.

READ ALSO

Related posts

રાજનાથ સિંહે ચીન અને ભારતને લઈ એવું નિવેદન આપ્યું કે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે

Mayur

આ સરકાર 6 મહિના પણ નહીં ચાલે કહેનારા ફડણવીસને શરદ પવારનો સણસણતો જવાબ

Mayur

અમેરિકામાં ગુજરાતી મૂળના વેપારીની સરકાર સાથે કરોડો ડોલરની છેતરપિંડી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!