GSTV
Home » News » બિહારમાં ફરી મોબ લિંચિંગ, કંઈ સમજ્યા વિના ટોળું યુવક પર તૂટી પડ્યું, 150 સામે ગુનો

બિહારમાં ફરી મોબ લિંચિંગ, કંઈ સમજ્યા વિના ટોળું યુવક પર તૂટી પડ્યું, 150 સામે ગુનો

બિહારમાં ફરી મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. ટોળાએ કંઈ સમજ્યા વગર જ એક નિર્દોષ યુવકને ઢોર માર મારીને હત્યા કરી નાંખી. આ યુવક તેની દાદીની વરસી માટે સામાન લેવા સીતામઢી જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની. જેને કારણે તેના પરિવારજનો રોષે ભરાયા છે. અને ન્યાયની માગણી કરી રહ્યાં છે. પોલીસની પણ બેદરકારી સામે આવી છે.

જોકે આ ઘટના મામલે પોલીસે 150 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ યુવક સિંગહરિયા ગામનો વતની હોવાનો અને ભૂષણ ઝા નામ હોવાનું જાણવા મળ્યું છે. ભૂષણ ઝા નામનો આ યુવક તેની દાદીની વરસી માટેનો સામાન ખરીદવા તેના મિત્ર સાથે સીતામઢી જઈ રહ્યો હતો. ત્યારે પિકઅપ વાળાએ તેને સાઈડમાં લઈને બોલાચાલી કરી હતી. મામલો ઉગ્ર બનતાં આસપાસના લોકો ભેગા થઈને તેની પર તૂટી પડ્યા અને વગર વિચારે તેને ખૂબ માર માર્યો.

Related posts

અક્ષર પટેલના ૬૩ બોલમાં ૮૧* છતાં વિન્ડિઝ-એનો વન ડેમાં પાંચ રનથી વિજય

Mayur

સિંધુ ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશી : હવે યામાગુચી સામે ટકરાશે

Mayur

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!