GSTV

યોગ દિવસના કાર્યક્રમમાં નીતિશકુમારની ગેરહાજરી પર ભાજપના નેતાઓ ટાઢા ઢોળતા દેખાયા

Last Updated on June 21, 2018 by

સતત ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ગેરહાજર રહ્યા છે. એનડીએના અન્ય ઘટકદળો અને જેડીયુ વચ્ચે બેઠક વહેંચણી મામલે રાજકીય ખટરાગની અટકળો વચ્ચે નીતિશ કુમારની ગેરહાજરી પર ભાજપના નેતાઓ ટાઢા ઢોળતા દેખાયા હતા. બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદીએ કહ્યુ હતુ કે ભાજપના પણ ઘણાં પ્રધાનો કાર્યક્રમમાં સામેલ થયા નથી. તેમણે ક્હયુ છે કે તમામ લોકો આવે તેવું જરૂરી તો નથી.

બિહારના પાટનગર પટના ખાતે આયોજિત થયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમે ભારતની રાષ્ટ્રીય રાજનીતિ મામલે નીતિશ કુમાર અને ભાજપ વચ્ચેના સંબંધોને લઈને ગણગણાટને હવા આપી છે. પટનાના પાટલિપુત્ર સ્પોર્ટ્સ મેદાનમાં યોગના કાર્યક્રમમાં રાજ્યપાલ સત્યપાલ મલિક, બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ મોદી સામેલ થયા હતા. પરંતુ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને જેડીયુના તમામ પ્રધાનો યોગના કાર્યક્રમમાંથી ગાયબ રહ્યા હતા.

સતત ચોથા વર્ષે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં નીતિશ કુમારની ગેરહાજરી પર સવાલ કરવામાં આવ્યો. તો કેન્દ્રીય પ્રધાન રવિશંકરે કહ્યું હતું કે યોગ જોડવાનું કામ કરે છે અને આમા રાજનીતિ શોધવી જોઈએ નહીં. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે નીતિશ કુમાર ખુદ યોગના પ્રશંસક છે અને પાટલિપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજીત યોગ કાર્યક્રમ બિહાર સરકારે આયોજિત કર્યો છે.

બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ પણ નીતિશ કુમારની ગેરહાજરી પર ટાઢા ઢોળતા કહ્યુ છે કે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં ભાજપના કોટાના તમામ પ્રધાનો પણ હાજર ન હતા. તેનો અર્થ એવો નથી કે તેઓ યોગના વિરોધી છે.

નીતિશ કુમારનો બચાવ કરતા સુશીલ મોદીએ આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે નીતિશ કુમાર યોગ કરે છે. પરંતુ જે લોકો યોગ કરતા નથી. તેમણે પોતાના ઈલાજ માટે મુંબઈ જવું પડે છે. મહત્વપૂર્ણ છે કે ચારા કાંડમાં દોષિત લાલુ યાદવ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન પર છે અને મુંબઈમાં સારવાર હેઠળ છે. સુશીલ મોદીએ પટનાના કાર્યક્રમમાં જેડીયુના ઘમાં કાર્યકર્તાઓ હાજર હોવાનો દાવો પણ કર્યો હતો.

યોગ દિવસે બનેલા સંયોગને ભાજપ-જેડીયુ વચ્ચે કડવા રાજકીય સંબંધો તરફ ઈશારો કરી રહ્યા હોવાની ચર્ચા છે. પટનાના યોગના કાર્યક્રમમાં જેડીયુની ગેરહાજરી બિહારમાં નવા રાજકીય સમીકરણોના સંકેત પણ કરી રહી છે. તાજેતરમાં નોટબંધીના પરિણામો પર અસંતોષ વ્યક્ત કરી ચુકેલા નીતિશ કુમારની જેડીયુ બિહારમાં 2019માં ચાલીસમાંથી 25 બેઠકો પર ચૂંટણી લડવા ચાહે છે. બિહારમાં ટિકિટ વહેંચણીના મામલે એનડીએના ઘટકદળો ભાજપ, એલજેપી, ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી આરએલએસપી અને જેડીયુ વચ્ચે ગજગ્રાહના મંડાણ થઈ ચુક્યા છે.

પટના ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાનો રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ પણ સામેલ થયા હતા. હાજીપુરમાં વિશ્વ યોગ દિવસના પ્રસંગે આયોજિત યોગ શિબિરમાં કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા સામેલ થયા હતા. જો કે નીતિશ કુમાર દ્વારા યોગ દિવસ પર કોઈ સંદેશો પણ જાહેર કરવામાં આવ્યો નથી. મહત્વપૂર્ણ છે કે 21 જૂન-2015ના રોજ યોગ દિવસની ઉજવણીની શરૂઆત વખતે નીતિશ કુમારે કહ્યુ હતુ કે યોગ કરવા વ્યક્તિગત પસંદ છે અને તેનું જાહેર પ્રદર્શન ઠીક નથી. પરંતુ ત્યારે નીતિશ કુમાર લાલુ સાથેના મહાગઠબંધનમાં હતા.

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari

PM Modi US Visit : યુએસ પ્રવાસ પર 65 કલાકમાં 20 બેઠકો: ઘણું વ્યસ્ત રહ્યું પીએમ મોદીનું શિડ્યુલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!