GSTV
Home » News » બિહાર પહોંચ્યા રાહુલ ગાંધી અને મનભરીને તેજસ્વીના વખાણ કર્યા પણ ગઠબંધનનું શું, જાણો

બિહાર પહોંચ્યા રાહુલ ગાંધી અને મનભરીને તેજસ્વીના વખાણ કર્યા પણ ગઠબંધનનું શું, જાણો

બિહારના પટનામાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યુ. રાહુલ ગાંધીએ રેલીમાં જણાવ્યું હતું કે, પીએમ મોદી ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવાને માફ કરવામાં આવતા નથી. અનિલ અંબાણીને 30 હજાર કરોડ, વિજય માલ્યાને 10 હજાર કરોડ રૂપિયા આપે છે તેની સામે ખેડૂતોને મોદી સરકારે માત્ર 3.5 રૂપિયા આપે છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પીએમ મોદી પર રોજગારીની મુદે પ્રહાર કર્યા. રાહુલે કહ્યું કે, પીએમ મોદીએ દેશના કરોડો યુવકોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ દેશના અનેક યુવકોને રોજગારી મળી નથી.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, લોકસભાની ચૂંટણી બાદ અમારી સરકાર બનશે એટલે દેશના દરેક ગરીબ વ્યક્તિના બેંક ખાતામાં મિનિમમ આવકની ગેંરટી આપશે. કોંગ્રેસ દેશના તમામ ગરીબના બેંક ખાતામાં નાણા જમા કરાશે. દુનિયાની કોઈપણ સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો નથી. જે કામ કોંગ્રેસ સરકાર કરવા જઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી યુપી અને બિહારમાં ફ્રન્ટફૂટ પર રહીને ચૂંટણી લડશે. દેશભરમાં કોંગ્રેસ હવે મહાગઠબંધનની સરાકર બનાવવા જઈ રહી છે.

Related posts

વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ અફઘાનિસ્તાને બરાબરનું ધોયું પાકિસ્તાનને

NIsha Patel

રાહુલ અને પ્રજ્ઞા પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- કોંગ્રેસ બચી ગઈ અનાથ થતાં-થતાં

NIsha Patel

દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા જીતી ગઈ, હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!