બિહાર રાજ્યની સ્થાપનાને આજે 111 વર્ષ પૂરાં થઇ ગયા છે. 1912માં બંગાળ પ્રાંતથી અલગ થઈને બિહાર એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. બિહાર દિવસને રાજ્યના નાગરિકો ધામધૂમથી મનાવે છે. આ અવસરે આજે વડાપ્રધાન મોદીએ પણ બિહારવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

-પીએમ મોદીએ કરી ટ્વિટ
પીએમ મોદીએ ટ્વિટ કરી કે રાજ્યના તમામ ભાઈ-બહેનોને ખુબ ખુબ અભિનંદન! આપણા સમૃદ્ધ ઈતિહાસ અને જીવંત સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ બિહારના લોકો દેશના વિકાસ માટે દરેક ક્ષેત્રમાં અતુલનીય યોગદાન આપી રહ્યા છે. તેમની ધગશ અને કઠોર પરિશ્રમથી તેમણે એક વિશેષ ઓળખ બનાવી છે.
-આ વર્ષે આ થીમ પર ઉજવણી કરાશે
બિહાર દિવસના આયોજન 3 દિવસ ચાલશે જેમાં વિવિધ કાર્યક્રમની સાથે અને સ્પર્ધાઓનું આયોજન કરાશે. આ અવસરે રાજ્યના લોકો બિહારના પ્રસિદ્ધ વ્યંજનો આરોગે છે. આ વર્ષે બિહાર દિવસ મનાવવા માટે ‘યુવા શક્તિ બિહારની પ્રગતિ’ સ્લોગન પણ નક્કી કરાયું છે.
ગત વર્ષે ‘જળ જીવન હરિયાળી બિહાર દિવસ’ થીમ અપનાવાઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. 2010માં પહેલીવાર બિહાર દિવસની ઉજવણી કરાઈ હતી.
READ ALSO
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો