GSTV
Home » News » અધિકારીઓ બુથ પર રાહ જોતા રહ્યા અને કોઈ મતદાન કરવા જ ન આવ્યું, આ હતું કારણ

અધિકારીઓ બુથ પર રાહ જોતા રહ્યા અને કોઈ મતદાન કરવા જ ન આવ્યું, આ હતું કારણ

ધમધમતો તાપ હોવા છતા લોક આસ્થાના પર્વ લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાતાઓએ વોટ કર્યું. પરંતુ નવાદા લોકસભા ક્ષેતેરનું એક એવું બુથ પણ છે જ્યા એક પણ મતદાતા વોટ આપવા માટે નથી પહોંચ્યા. આ ક્ષેત્રના બજવારા ગાંમના બુથ નંબર 29 પર મતદાતાઓએ વોટ આપવાની મનાઈ કરી દીધી.   

હકીકતે બજવારા ગાંમના ગ્રામીણોનું કહેવું છે કે વિકાસના દાવાની વચ્ચે પણ અમારો વિસ્તાર પછાત છે. અહીં રોડની પણ કોઈ સુવિધા નથી. આવામાં ગામના લોકોએ એલાન કરી દીધું છે કે ‘રોડ નહીં તો વોટ નહીં’.

નવાદાના બજવારા ગાંમમાં બુથ નંબર 29 પર ગ્રામીણોએ વોટનો બહિષ્કાર કર્યો.

વોટ બહિષ્કારને લઈને ગ્રામીણ હાથમાં બોર્ડ લઈને રોડની માંગને લઈને રસ્તા પર પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. પીઠાસીન પદાધિકારી પરવેઝ આલમે જણાવ્યું કે આ ગાંમમાં 1163 વોટર છે. પરંતું કોઈ પણ અહીં પોતાનો મત આપવા નથી આવ્યું.

ગ્રામીણોનું કહેવું છે કે ડીએમથી લઈમે સીએમ સુધી ફરીયાદ કરી, પરંતુ સુનવણી ન થઈ

ગ્રામીણોએ જણાવ્યું કે રોડની માંગને લઈને સ્થાનિય સાંસદ ડીએમ અને મુખ્યમંત્રીને પણ આવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ તેના પર કોઈએ ધ્યાન ન આપ્યું. માટે અમે બધાએ મળીને વોટનો બહિષ્કાર કર્યો છે.

Read Also

Related posts

સાઈબર સુરક્ષા એક્સપર્ટનો ઘટસ્ફોટ : Facebook અને Twitterના 120 કરોડ યુઝર્સનો ડેટા થયો લીક

Mayur

કાશ્મીરમાં પોલીસે ખુંખાર 25થી વધુ આતંકીઓની યાદી જાહેર કરી

Mayur

મોદી સરકાર પર વિશ્વના 214 અર્થશાશ્ત્રીઓએ વધાર્યું દબાણ, આ અહેવાલ કરો જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!