GSTV
Gujarat Government Advertisement

બિહારના ડેપ્યુટી CMનો દાવો, બેંક ખાતાને આધાર સાથે જોડવાથી 90,000 કરોડનો થશે ફાયદો

Last Updated on September 20, 2018 by

બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીએ મંગળવારે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ-અલગ યોજનાઓના લાભાર્થીઓના બેંક ખાતાને આધાર સાથે જોડવાથી ચૂકવણીમાં પારદર્શિતા આવી છે. જેને કારણે મોટા પાયા પર ફેક લાભાર્થીઓને ઝાટકો લાગ્યો છે અને પરિણામ સ્વરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લગભગ 90 હજાર કરોડની બચત થઈ છે.

પટણા સ્થિત મુખ્ય સચિવાલય સભાગૃહમાં માહિતી અને ટેકનોલોજી વિભાગ તરફથી આયોજીત કાર્યક્રમમાં ‘આધાર પ્રમાણીકરણ સેવા’નો પ્રારંભ કરતી વખતે સુશીલે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે બિહારમાં અત્યાર સુધી 10.17 કરોડ લોકોનું આધાર કાર્ડ બની ગયુ છે. રાજ્યના કુલ 8 કરોડ 19 લાખ સક્રિય બેંક ખાતામાંથી 4 કરોડ 84 લાખનું આધાર પ્રમાણીકરણ તથા 5 કરોડ 82 લાખને આધાર અને 5 કરોડ 13 લાખને મોબાઈલ નંબરથી જોડવામાં આવ્યા છે.

સુશીલે કહ્યું કે બિહારમાં એક કરોડ 68 લાખ પીડીએસ કાર્ડ ધારકોમાંથી 82 ટકાને આધાર સાથે જોડવાથી અને 40 ટકાનું પ્રમાણીકરણ થઈ ગયુ છે. જેમાંથી 9 લાખ 46 હજાર શંકાસ્પદ કાર્ડધારક મળ્યા છે, જેમાંથી 1 લાખ 85 હજારના કાર્ડ રદ્દ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સમાજ કલ્યાણ વિભાગ તરફથી વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ પેન્શન લેનારા 67 લાખ 70 હજાર લાભાર્થિઓને જ્યારે આધાર સાથે જોડવામાં આવ્યા તો તેમાં 5 લાખ 53 હજાર મૃત અથવા લાપતા જોવામાં આવ્યા.

સુશીલે કહ્યું કે બિહાર સરકાર 4 કરોડ 21 લાખ લાભાર્થિઓને ડાયરેક્ટ પ્રોફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા 8152 કરોડ રૂપિયાની ચૂકવણી સીધા તેમના ખાતામાં કરે છે. 2014થી અત્યાર સુધી એલપીજીના 11 લાખ 77 હજાર કનેક્શન બંધ કરવામાં આવ્યા છે, આ અગાઉ છેલ્લા 4 વર્ષમાં 425 કરોડની બચત થઈ છે. તેમણે કહ્યું કે આખા દેશના સ્તર પર 2 કરોડ 75 લાખ રેશન કાર્ડને રદ્દ કરવામાં આવ્યા છે, જેનાથી 29,708 કરોડની બચત થઈ છે. એલપીજીના 3 કરોડ 80 લાખ કનેક્શનને રદ્દ કરવામાં આવ્યા છે. 2 કરોડ 22 લાખ લોકો દ્વારા સબસીડીનો ત્યાગ કરવાથી 42,275 કરોડની તથા આધાર સાઈડિંગને કારણે મનરેગા અંતર્ગત 16 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!