GSTV

મલયાલમ અભિનેત્રીનો ફોટો લગાવીને પાસ કરી STET એક્ઝામ, રિઝલ્ટ વાયરલ થયું તો થઇ કાર્યવાહી

Last Updated on June 25, 2021 by Pritesh Mehta

બિહાર માધ્યમિક શિક્ષક પાત્રતા પરીક્ષા (STET)માં એક ઉમેદવારની બેદરકારી તેના પર જ ભારે પડી ગઈ. વાસ્તવમાં STET 2019ની પરીક્ષા માટે ભરવામાં આવેલ ફોર્મમાં ઋષિકેશ કુમાર નામના એક ઉમેદવારે પોતાને બદલે મલયાલમ અભિનેત્રી અનુપમ પરમેશ્વરમનો ફોટો લગાવી દીધો. અભિનેત્રીના ફોટા સાથે ઉમેદવારે પરીક્ષા પણ આપી અને પાસ પણ થઇ ગયો અને તેની માર્કશીટ પર મલયાલમ અભિનેત્રીનો જ ફોટો લગાવીને આવ્યો હતો.

આ મામલે બિહાર બોર્ડ (BSEB)એ ઉમેદવાર ઋષિકેશ કુમાર પર જાણીજોઈને અભિનેત્રીના ફોટાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા નોટિસ જાહેર કરી છે. સાથે જ ઉમેદવારનું આવેદન પણ રદ્દ કર્યું છે. STET 2019ની પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારે પોતે જ પોતાનું પરીક્ષા ફોર્મ ભર્યું હતું.

STET

આ પ્રકરણમાં જહાનાબાદ જિલ્લાના એક ઉમેદવાર ઋષિકેશ કુમારે પોતાનું પરીક્ષા ફોર્મ ભરાતા સમયે સાઉથ એક્ટ્રેસનો ફોટો અપલોડ કરી દીધી. BSEBએ તમામ ઉમેદવારોને ફોર્મ ભરતા સમયે થયેલી ભૂલો સુધારવા માટે પણ અપીલ કરી હતી. તેમ છતાં ઋષિકેશ કુમારે પોતાના ફોટોમાં કોઈ સુધારો ન કર્યો અને અભિનેત્રીનો ફોટો જ રહેવા દીધો.

ખાસ વાત તો એ છે કે ઋષિકેશન એડમિટ કાર્ડ પર પણ અભિનેત્રીનો ફોટો જ લાગેલ હતો અને આ એડમિટ કાર્ડ સાથે જ તેને પેપર પણ આપી દીધું. બોર્ડનું કહેવું છે કે પરીક્ષાના આયોજન સમયે ફોટો અપલોડમાં થયેલ ભૂલને કારણે કોઈ ઉમેદવાર પરીક્ષાથી વંચિત ન રહી જાય તે માટે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, વગેરેના આધારે પરીક્ષામાં પ્રવેશની અનુમતિ આપવામાં આવે છે.

આ પરીક્ષામાં ઋષિકેશ કુમાર પાસ પણ થઇ ગયો પરંતુ તેને ફોટો ન બદલી. હવે માર્કશીટની તસ્વીર વાયરલ થયા પછી બોર્ડ હરકતમાં આવી ગયું છે અને ઋષિકેશને નોટિસ આપી છે સાથે જ તેનું આવેદન પણ રદ્દ કરવામાં આવ્યું છે. બિહાર બોર્ડનું કહેવું છે કે આ મામલે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનની હરકતોથી નિપટવા ભારતની તૈયારી, લદ્દાખમાં આતંક વિરોધી એકમના ૧૫ હજાર જવાન ખડકાયા

Damini Patel

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!