GSTV
India News Trending

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક બાળક પોતાના સ્કૂલ ટીચર સામે રડતા પોતા વ્યથા જણાવી રહ્યો છે. વિડીયોમાં બાળક પોતાની ટીચરને કહી રહ્યો છે કે એમના પિતા એને બુક અપાવતા નથી, પરંતુ રોજ દારૂ પીએ છે. બાળક જયારે રડતા-રડતા વાત કરી રહ્યો હતો ત્યારે તેના પિતા ત્યાં જ ઉભા છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકની વાત સંભાળી પિતા હસી રહ્યા છે.

બિહારનો જણાવવામાં આવી રહ્યો છે વિડીયો

વાયરલ થઇ રહેલ વિડીયો બિહારના રોહતાસ જિલ્લાના તિલોથુ પ્રખંડની એક સરકારી સ્કૂલનો જણાવવામાં આવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે બાળક કલાસરૂમમાં ટીચર સામે ઉભી રડતા-રડતા પોતાની વ્યથા જણાવી રહ્યો છે. ખરેખર ટીચર એને પૂછે છે કે બુક શા માટે નથી ખરીદી ? ત્યાર પછી બાળક કહે છે કે, ‘એમના પિતા બધા પૈસા દારૂ પીયને ખર્ચી નાખે છે અને અભ્યાસ માટે એની બુક ખરીદી આપતા નથી.’

પાંચ દિવસ સુધી સતત કહેવા છતાં પુસ્તક ખરીદાયું નથી

વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિક્ષક બાળકને પૂછે છે કે ‘તેણે પાંચ દિવસ સુધી સતત કહેવા છતાં પુસ્તક કેમ ન ખરીદ્યું?’ તેના પર બાળક કહે છે કે પિતા તમામ પૈસા દારૂ પર ખર્ચ કરે છે. આ દરમિયાન બાળકના પિતા પણ વર્ગખંડમાં હાજર જોવા મળે છે. પિતાની સામે તેનું બાળક કબૂલ કરી રહ્યું છે કે તેના પિતા પુસ્તકોને બદલે દારૂ પાછળ પૈસા ખર્ચે છે.

આ વીડિયો પાતુલકાની અપગ્રેડ મિડલ સ્કૂલનો હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે બિહારમાં દારૂબંધી લાગુ છે. આ દરમિયાન, આ વીડિયો ઘણા સવાલો ઉભા કરે છે. વીડિયોમાં આ બાળકની બહેન પણ દેખાઈ રહી છે. તેની બહેન પણ ટીચરની સામે કહી રહી છે કે તેના પિતા દારૂ પાછળ તમામ પૈસા ખર્ચી રહ્યા છે. જોકે, બાદમાં બાળકના પિતા પુસ્તક ખરીદવાનું કહે છે.

Read Also

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

BIG BREAKING / કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી મારતા 25ના મોત, CMએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

Hardik Hingu
GSTV