GSTV
Home » News » સમગ્ર ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બિહાર શેલ્ટ હોમ કેસમાં બ્રજેશ ઠાકુર દોષિત જાહેર, આ તારીખે સજા થશે ફાઈનલ

સમગ્ર ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બિહાર શેલ્ટ હોમ કેસમાં બ્રજેશ ઠાકુર દોષિત જાહેર, આ તારીખે સજા થશે ફાઈનલ

બિહારના ચકચારી શેલ્ટ હોમ કેસમાં દિલ્હીની સાકેટ કોર્ટે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને દોષિત જાહેર કર્યો છે. યોન શોષણના કેસમાં કોર્ટે 20 આરોપીઓમાંથી 19 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. હવે કોર્ટ જાન્યુઆરી મહિનાની 28મી તારીખે સજાનું એલાન કરશે. બ્રજેશ ઠાકુર પર બાળકીઓ અને યુવતીઓના યૌન શોષણનો આરોપ લાગેલો હતો.

દિલ્હીની સાકેત કોર્ટે તમામ દાવાઓ અને પૂરાવાઓ બાદ બ્રજેશને દોષિત જાહેર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ તમામ કેસની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટ દ્રારા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો ટાટા ઈન્સસ્ટિટ્યુટ ઓફ સોશય સાયન્સની રિપોર્ટમાં ચમક્યા બાદ ભારતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

બિહાર સરકારની સૌથી નજીકના માનવામાં આવતા બ્રજેશ ઠાકુરનું નામ સમગ્ર કેસ સાથે જોડાતા આ કેસ હાઈ વોલ્ટેજ બન્યો હતો. અને બિહાર સરકાર પર પણ આ કેસના દાગ લાગ્યા હતા. સાકેત કોર્ટ દ્રારા 21 આરોપીઓ વિરૂદ્ધ પોક્સો, બળાત્કાર, અપરાધનું ષડયંત્ર રચવા સહિતની કલમો લગાવી દોષિત જાહેર કર્યા છે. સીબીઆઈએ પણ સમગ્ર કિસ્સામાં બ્રજેશ ઠાકુરને જ મુખ્ય આરોપી બનાવ્યો છે. સીબીઆઈએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં પણ બતાવ્યું હતું કે, જે શેલ્ટર હોમમાં બાળકીઓની સાથે દુષ્કર્મ થયું હતું તેને બ્રજેશ ઠાકુર જ ચલાવતો હતો.

READ ALSO

Related posts

તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી, સીએમ યોગીએ આપી આ ખાસ ભેટ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!