GSTV

બિહાર : 9 લાખ લિટર દારૂ પી ગયા ઉંદરો, યકીન ના થાય તો આ હકીકત વાંચો

Last Updated on October 2, 2018 by Mayur

ગુજરાતની માફક બિહારમાં પણ દારુબંધી છે. આમ છતા દારૂના શોખીનો બોર્ડર પર જઇ દારૂ પી આવે ત્યારે દારૂ પ્રત્યેનો તેમનો પ્રેમ જોઇ આંખો મોટી થઇ જાય. પણ તમને કહીએ કે હવે ઉંદરો પણ દારૂ પીતા થઇ ગયા છે તો? અને એ પણ નવ લાખ લીટર દારૂ ઢીંચી જાય તો માણસને છોડો નાના કદના ઉંદરની શું હાલત થાય?

બિહારમાં ફરી એકવાર ઉંદરોએ ટલ્લી થવાનું નક્કી કરી દારૂ પી ગયા છે. આ ઘટના છે બિહારના કૈમૂર જિલ્લાની. અહીં જ્યારે જપ્ત કરવામાં આવેલી શરાબને નષ્ટ કરવામાં આવી રહી હતી ત્યારે ખ્યાલ આવ્યો કે ઉંદરોએ પેટ ભરીને દારૂ પીધો છે. સાથે અધિકારીઓને એ પણ ખ્યાલ આવ્યો કે ઓહો, આવુ તો બીજીવાર બન્યું છે.

આ દારૂ કોઇ આજકાલથી જમા કરાવામાં નહતો આવતો. 2016થી આ દારૂને જપ્ત કરવામાં આવતો હતો. પણ તંત્રને દારૂને નાશ કરવામાં થોડી આળસ આવી ગઇ. હવે દારૂ ખૂબ ભરાઇ ગયો છે એટલે નષ્ટ કરવો જોઇએ તેમ માની સોમવારે ગોદામ ખોલવામાં આવ્યું. જ્યારે હિસાબ કરમાં આવ્યો તો દસ હજાર રૂપિયાનું અંતર નીકળતુ હતું. એ બાદ ખ્યાલ આવ્યો કે દારૂ ઓછો છે તે બીજા કોઇએ નહીં પણ ઉંદરે પીધો છે.

જિલ્લા પ્રશાસને 11 હજાર લીટર દારૂને નષ્ટ કર્યો. જેની કિંમત 30 લાખ રૂપિયા હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટ પણ ત્યાં હાજર હતા. રોલરનો ઉપયોગ કરી દારૂને નષ્ટ કરવામાં આવી. જેમાં દેશી અને વિદેશી દારૂ સાથે બિયરનો પણ સમાવેશ થતો હતો.આ ઘટના વિશે એસડીએમ કુમારી અનુપમ સિંહ કહ્યું કે, હા, ઉંદરોએ દારૂને નષ્ટ કરી નાખી છે. તપાસ કર્યા બાદ તમામ સ્થિતિની ખબર પડી જશે.

તો ઉત્પાદક અધીક્ષક પ્રદીપ કુમારનું કહેવું છે કે, જપ્ત શરાબને ગોદામમાં રાખવામાં આવી હતી. જેમાંથી 10 હજાર રૂપિયાની દારૂને ઉંદરોએ નષ્ટ કરી નાખી. જે દારૂની બોટલ લીક થઇ જતી તેને ઉંદરો પી જતા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં બિહાર દ્વારા જપ્ત કરવામાં આવેલી દારૂમાંથી 9 લાખ લીટર દારૂ ઉંદરો પી ગયા હતા. એ સમયે બિહારની રાજનીતિમાં આ વિશે ઘણી ચર્ચા થઇ અને આરોપ પ્રતિઆરોપ પણ લગાવવામાં આવ્યા.

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!