પટણામાં ઉંદર મોંઘોદાટ હીરો ચોરી ગયો, CCTVમાં જોતા ખબર પડી કે….

પટણાના એક ઝવેરીની દુકાનમાં રાખેલો એક મોંઘોદાટ હીરો ઉંદર ચોરી ગયો હોવાનું દુકાનના સીસીટીવીમાં જોવા મળ્યું હતું.

પટણાના ઝવેરી બજારમાં નવરતન જ્વેલર્સ નામની દુકાન છે. એના માલિક ધીરજ કુમારે મહાશિવરાત્રિની સવારે દુકાન ખોલી તો દુકાનમાં એક મોંઘો હીરો ગૂમ થયેલો જણાયો હતો. હીરો કોણ ચોરી ગયું એ તપાસવા ધીરજ કુમારે સીસીટીવી ખોલ્યું તો એક ઉંદર આ હીરો લઇ જતો દેખાયો હતો.

સીસીટીવી પર આ દ્રશ્ય જોઇને દુકાન માલિક અને કર્મચારીઓ હેબતાઇ ગયા હતા. ઉંદરને હીરાની શી જરૂર પડી હોઇ શકે. આ હીરો 23 હજાર રૂપિયાની કિંમતની બૂટીમાં જડેલો હતો.

દુકાનદાર ધીરજ કુમાર શ્રદ્ધાળુ માનવી છે. એણે મિડિયાને કહ્યું કે મહાશિવરાત્રિની ઘટનાએ આ બન્યું છે એટલે મને લાગે છે કે ગણપતિનું આ વાહન માતા પાર્વતીજી માટે આ હીરો લઇ ગયું હશે. અમે દુકાનના ખૂણે ખૂણે તપાસ કરી પરંતુ આ ઉંદર ક્યાંય દેખાયો નહીં. અમે આ હીરો પાછો મળવાની આશા મૂકી દીધી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter