GSTV
Gujarat Government Advertisement

લાલૂ યાદવની નજીકના રઘુવંશ પ્રસાદે આપ્યુ રાજીનામું, RJDને ચૂંટણીમાં ક્યાંક મોંઘુ ન પડી જાય

Last Updated on June 24, 2020 by Mansi Patel

બિહાર વિધાનસભા ઈલેકશન પહેલાજ આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ રધુવંશ પ્રસાદ સિંહએ રાજીનામું આપી દીધું છે. સાથેજ આરજેડીના 5 એમએલસી જેડીયૂમાં જોડાઈ ગયા છે. જેના કારણે આરજેડી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ રામા સિંહને આરજેડીમાં શામેલ કરવાને લઈને રઘુવંશ પ્રસાદ નારાજ હતા. પરંતુ તેમના લાલુ પ્રસાદ સાથે સંબોધ સારા હતા. જેથી લાલુ પ્રસાદે તેમને મનાવી પણ લીધા હતા.

તેમ છતા તેમણે હવે રાજીનામું આપી દીધું જેથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપને જણાવી દઈએ કે રઘુવંશ પ્રસાદે પાર્ટીને આગળ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. અને તેઓ પાર્ટીના સિલેક્ટેડ નેતાઓ પૈકી એક હતા. સાથેજ તેમના પર ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી જેવા એક પણ આરોપ નહોતા લાગ્યા.

લાલૂ પ્રસાદ યાદવનાં જેલમાં ગયા બાદ પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓની કમી થઈ ગઈ છે. રઘુવંશ પ્રસાદ જ તેજ ચહેરો છે. જેણે પાર્ટીમાં કાર્યકર્તાઓને જોડીને રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવામાં તેમની નારાજગી આરજેડી અને તેજસ્વી યાદવ બંને માટે મોંઘી પડી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી, લોકોએ ઉડાવી મજાક

Damini Patel

એક હજાર લોકોના બળજબરીથી ધર્માંતરણ, અનેક રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનો પોલીસનો દાવો

Damini Patel

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!