GSTV

હદ છે! / પ્રેમિકા સાથે સંબંધ બાંધવા આખા ગામની વીજળી કરી ડૂલ, લોકોએ ઝડપ્યા રંગેહાથે

Last Updated on October 14, 2021 by GSTV Web Desk

બિહારના પૂર્ણિયા જિલ્લાના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં એક પ્રેમી તેની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધવા માટે બે કલાક માટે આખા ગામની વીજળી કાપી નાખતો હતો. લાઇટ ઓફ થવી જ પ્રેમિકા માટે સિગ્નલ હતો.

આવી સ્થિતિમાં એક દિવસ ગ્રામજનોએ વાંધાજનક પરિસ્થિતિમાં બંનેને રંગે હાથે ઝડપી પાડ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ગામના લોકો ભીષણ ગરમીમાં વીજળી માટે ખૂબ પરેશાન હતા. તેમને ખ્યાલ આવ્યો કે ગામનો મિસ્ત્રી સુરેન્દ્ર રાય દરરોજ વીજળી કાપી નાખે છે.

ગ્રામજનોનો આરોપ છે કે જ્યારે પણ ઇલેક્ટ્રિશિયન સુરેન્દ્ર રાયને યુવતી સાથે સંબંધ બાંધવાનું મન થતું ત્યારે તે ગામની વીજળી કાપી નાખતો અને તેની પ્રેમિકાને મળવા આવતો. આ વાતની જાણ યુવતીના પાડોશીને થઈ.

રણનીતિ બનાવી લોકોએ ઝડપી પાડ્યો

તેના પછી લોકોએ બંનેને રંગે હાથે ઝડપવાની રણનીતિ બનાવી. ઇલેક્ટ્રિશિયને પાવર કાપી પ્રેમિકાને સિગ્નલ આપ્યો. જેમ જ ઇલેક્ટ્રિશિયન ઘરમાં પ્રવેશ્યો ગ્રામવાસીઓ ધસી પડ્યા અને બંનેને રંગે હાથે ઝડપી પાડ્યા.

આટલું જ નહીં ગ્રામજનોએ બંનેનું માથું મુંડાવી અને બૂત-ચપ્પલના હાર પહેરાવી આખા ગામમાં ફેરવ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ફેરવવાનો હેતુ એટલો હતો કે આ પછી ગામમાં કોઈ આવી ભૂલ ન કરે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બાદમાં ઇલેક્ટ્રિશિયન અને તેની પ્રેમિકાના લગ્ન પણ કરાવી દીધા. રામ મુર્મુની સૂચનાથી બંનેના લગ્ન આદિવાસી રીતિ -રિવાજ મુજબ કરાવવામાં આવ્યા. જો કે યુવતી ઇલેક્ટ્રિશિયનના ઘરે પહોંચી કે તરત જ અન્ય હંગામો મચી ગયો. હકીકતમાં તે ઇલેક્ટ્રિશિયન સુરેન્દ્ર પહેલેથી જ પરિણીત હતો.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!