GSTV

સુશાંત સુસાઈડ મામલો: બિહાર પોલીસ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી પણ તે મળી નહીં

રિયા ચક્રવર્તી

Last Updated on July 29, 2020 by Mansi Patel

સદગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. સુશાંતના પિતાએ પટણા પોલીસમાં એફઆઈઆર દાખલ કરીને રિયા ચક્રવર્તી સામે દસેક જેટલા ગંભીર આરોપો મૂક્યા છે. તેણે જ સુશાંતને આત્મ હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો અને તેણે સુશાંત પર વિવિધ દબાણ વધારવા ઉપરાંત તેના બેંક એકાઉન્ટમાંથી ઉચાપત કરી હતી તેવા ઘણા આરોપો રિયા પર લગાવવામાં આવ્યા છે. રિયા સામે એવો પણ આરોપ હતો કે તેણે જ સુશાંતને તેના પરિવારથી દૂર કરી દીધો હતો. એટલે સુધી કે તેણે સુશાંતનો નંબર પણ બદલાવી નાખ્યો હતો જેથી તે તેના પરિવારજનો સાથે સંપર્ક કરી શકે નહીં. આ મામલે હવે નવો વળાંક લીધો છે અને સુશાંતના પિતાએ કરેલી ફરિયાદ બાદ બિહાર પોલીસ મુંબઈ ખાતે રિયા ચક્રવર્તીને ઘરે પહોંચી ગઈ હતી.

બિહાર પોલીસ મુંબઈ પોલીસને મળીને સુશાંતને લગતા તમામ દસ્તાવેજો એકત્રિત કરશે. બિહાર પોલીસે સુશાંતની નજીકના લોકોની પૂછપરછ કરી હતી અને તેઓ રિયાની પૂછપરછ પણ કરવાના હતા પરંતુ તેના માટે પોલીસ તેના ઘરે પહોંચી તો રિયા તેમને મળી નહીં કેમ કે તે ઘરમાં જ ન હતી. રિયાનો ફોન પર પણ સંપર્ક થઈ શક્યો  ન હતો.

આ મામલે હવે બિહાર પોલીસ રિયાને નોટીસ મોકલવા અંગે વિચારી રહી છે. પોલીસ એ વ્યક્તિને પણ શોધી રહી છે જેના નામના ફોનનો સુશાંત ઉપયોગ કરી રહ્યો હતો. એેવા પણ સમાચાર આવ્યા છે કે રિયા આ મામલે આગોતરા જામીન પ્રાપ્ત કરવાના પ્રયાસો કરી રહી છે.

READ ALSO

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!