GSTV

ફાયરિંગ રેન્જનું નીરિક્ષણ કરવા પહોંચેલા બિહારના DGP એ ઉઠાવી બંદુક, અધિકારીઓની સામે જ ચૂકી ગયા નિશાન

Last Updated on February 4, 2020 by Ankita Trada

બિહાર પોલીસના DGP ગુપ્તેશ્વર પાંડે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. મંગળવારે રોહતાસમાં ડીજીપીએ રાઇફલ લઇને નિશાનેબાજીની પ્રેકટીસ કરી રહ્યા હતા. ફાયરિંગ રેન્જમાં નિરીક્ષણ કરવા પહોંચેલા ડીજીપીએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું, પરંતુ તેમની એક પણ ગોળી નિશાના પર લાગી ન હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુપ્તેશ્વર પાંડે બળાત્કાર અંગે પોતાના નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા હતા. 10 ફેબ્રુઆરીના રોજ રોહતાસ જિલ્લામાં ઓલ ઇન્ડિયા પોલીસ કોમ્પિટીશન યોજાવાની છે. જેની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુપ્તેશ્વર પાંડે પણ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, પરંતુ આ સમયે તેઓ રાઇફલ પર હાથ અજમાવવાથી પોતાને રોકી શક્યા ન હતા.

તેમણે ઇન્સાસ રાઇફલ ઉઠાવીને તાબડતોબ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું, પરંતુ તેઓ નિશાન ચુકી ગયા હતા. ડીજીપી ગુપ્તેશ્વરે લોન્ગ અને શોર્ટ રેન્જ બંને પર ફાયરિંગ કર્યું, પરંતુ તેમને એકપણમાં સફળતા મળી ન હતી..

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!