GSTV

વીસ મિનિટની બેઠકે ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધારી દીધું , હવે લીધો આ નિર્ણય

મંગળવારે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને રાજદના લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ વચ્ચે થયેલી ફક્ત વીસ મિનિટની બેઠકે ભાજપના નેતાઓનું બ્લડ પ્રેશર વધારી દીધું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહારના રાજકારણમાં થઇ રહેલા ફેરફારો પર ભાજપના નેતાઓની નજર હોય એ સમજી શકાય એવી વાત છે. અત્યાર સુધી બિહારના મુખ્ય પ્રધાન અને તેમનો જેડીયુ પક્ષ ભાજપની સાથે રહ્યો છે. પરંતુ નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના રજિસ્ટરના મુદ્દે હાલ દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે.

નીતિશકુમારને છે આ સૌથી મોટી ચિંતા

આ સંજોગોમાં પોતાની મુસ્લિમ વોટ બેંક હાથમાંથી સરકી ન જાય એ નીતિશ કુમારની સૌથી મોટી ચિંતા છે. આ સંજોગોમાં રાજદના તેજસ્વી યાદવ સાથેની તેમની મુલાકાત સૂચક છે. તેજસ્વીએ તેમની સમક્ષ એવો મુદ્દો મૂક્યો હતો કે એનઆરસીનો અમલ બિહારમાં કરવો નહીં. નીતિશ કુમારે તરત એે મુદ્દો સ્વીકારી લીધો હતો અને મુસ્લિમોના મનમાં એેવી છાપ પાડી હતી કે જેડીયુ ભલે ભાજપની સાથે હોય એ મુસ્લિમોના હિતોનું રક્ષણ કરશે.

નીતિશ અને તેજસ્વી વચ્ચેની બેઠકે ભાજપની નેતાગીરીને ચોંકાવી દીધી

અત્યારે સંજોગો એવા છે કે નીતિશ કુમાર રાજદનો સાથ મેળવીને બિહાર વિધાનસભાની ચૂંટણી સહેલાઇથી જીતી શકે એમ છે. અત્યારે ભાજપ રાજ્યોમાં ચૂંટણી હારી જવા ઉપરાંત સીએએ અને એનઆરસીના મુદ્દો લોકમાનસમાં અળખામણો બન્યો છે એ હકીકત સ્વીકાર્યે છૂટકો છે. નીતિશ અને તેજસ્વી વચ્ચેની બેઠકે ભાજપની નેતાગીરીને ચોંકાવી દીધી હતી. જોકે, હાલ ભાજપે કોઇ પ્રતિભાવ વ્યક્ત કર્યા નથી. ભાજપનું મોવડી મંડળ માને છે કે હાલ જે થાય છે તે જોયા કરો. પડશે તેવા દેવાશે.

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!