GSTV

બિહારમાં નવા રાજકીય સમીકરણનો સળવળાટ : ભાજપને મેસેજ આપવાના પ્રયત્ન

Last Updated on April 8, 2018 by

દેશમાં દલિતોના મુદ્દા પર ચાલી રહેલા આંદોલન વચ્ચે બિહારમાં પણ દલિત રાજકારણમાં નવા સોશયલ એન્જિનિયરિંગની આહટ સંભળાઈ રહી છે. કેન્દ્રમાં ભાજપની સાથે સરકારમાં સામેલ એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને આની પહેલ કરી છે. 14મી એપ્રિલે આંબેડકર જયંતીના પ્રસંગે દલિત સેના દ્વારા આજિત એક કાર્યક્રમમાં પાસવાન સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહ પણ સામેલ થવાના છે. આ ત્રણેય નેતાઓ હાલ એનડીએમાં સામેલ છે. જો કે સૂત્રોનું માનવું છે કે આ કાર્યક્રમના આયોજન દ્વારા પાસવાન, નીતિશ અને કુશવાહ એક મોટો રાજકીય સંદેશો આપવા માગે છે.

બિહારના રાજકારણમાં કભી દોસ્ત અને કભી દુશ્મનની ભૂમિકામાં રહેલા રામવિલાસ પાસવાન તથા નીતિશ કુમાર ફરી એકવાર નજીક આવી રહ્યા છે. બંને વચ્ચે તાજેતરમાં ઘણી મોટી મુલાકાતો પણ થઈ છે. પાસવાન અને નીતિશ કુમારે તાજેતરમાં કોમવાદ અને દલિત હિંસા વિરુદ્ધ નિવેદન પણ આપ્યા છે. તો ઉપેન્દ્ર કુશવાહા પણ એનડીએમાં પાતાની નારાજગી પરોક્ષપણે ઘણાં પ્રસંગે રજૂ કરી ચુક્યા છે.

નીતિશ કુમારે તાજેતરમાં બિહારમાં થયેલી કોમવાદી ઘટનાઓ બાદ ભાજપના નેતાઓના નિવેદન પર સ્પષ્ટપણે વાંધો વ્યક્ત કર્યો હતો. તો ભાજપે પણ નીતિશ કુમાર પર આક્રમક વલણ અપનાવ્યું છે. શનિવારે ભાજપના નેતાઓએ બિહારના ડીજીપીને મળીને તેમના લોકોને જાણીજોઈને હેરાન કવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો છે.

દલિત નેતા તરીકે સ્થાપિત રામવિલાસ પાસવાનને ગત ચાર વર્ષોમાં રાજકીય રીતે કોઈ મંચ આપવામાં આવ્યો નથી અને એનડીએ તરફથી અન્ય દલિત નેતાઓને ભાજપે સામે લાવવાનું કામ કર્યું છે. નીતિશ કુમાર આરજેડી સાથેનું જોડાણ તોડીને ફરીથી એનડીએમાં સામેલ થયા છે. પરંતુ એનડીએમાં જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાનને હાંસિયા પર રાખવાની કોશિશો થઈ રહી છે. આ બાબત પાસવાન અને નીતિશ કુમારને રાજકીય દોસ્ત તરીકે નજીક લાવનારું એક કોમન ફેક્ટર બનતું દેખાઈ રહ્યું છે. સૂત્રો મુજબ પાસવાન અને નીતિશ કુમાર છેલ્લા કેટલાક દિવસોથી સતત એકબીજાના સંપર્કમાં છે. બંને નેતાઓ રાજકીય ઘટનાક્રમને લઈને એક સંયુક્ત રણનીતિ પર કામ કરી રહ્યા છે. હવે આમા ઉપેન્દ્ર કુશવાહ પણ સામેલ થયા છે. આ પહેલા જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પપ્પૂ યાદવની સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે.

રામવિલાસ પાસવાન બિહારમાં દલિતોના મોટા નેતા તરીકે ઘણો લાંબો સમય રાજકારણમાં સ્થાપિત રહ્યા છે. બાદમાં નીતિશ કુમારે મહાદલિત સોશયલ એન્જિનિયરિંગની રાજકીય ફોર્મ્યુલાથી એક નવી વોટબેંક બનાવી હતી. બંને નેતાઓની મનસા છે કે તેમની વોટબેંકો એક થઈ જાય. તો બિહારમાં એક મોટા મત ગણિતને આકાર આપી શકાય. બિહારમાં પાસવાન સમુદાયની વસ્તી આઠ ટકાથી વધારે છે. આ સંમેલનમાં નીતિશ કુમાર પાસવાન સમુદાયને લગતી કોઈ મોટી ઘોષણાનું એલાન કરે તેવી શક્યતા છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં પોતપોતાના રાજકીય વજૂદને કાયમ રાખવા માટે પાસવાન અને નીતિશ કુમાર કુશવાહ સાથે મળીને આગામી રાજકીય વ્યૂહરચનાને આગળ વધારવાની મનસા ધરાવતા હોવાનું માનવામાં આવે છે. એનડીએની સાથે રહેવામાં આ ત્રણેય નેતાઓ પોતપોતાની પાર્ટીઓ માટે બેઠક વહેંચણી મામલે ભાજપની રાજકીય તાકાતને તાબે નહીં થવાનું વલણ પણ અખત્યાર કરી શકે છે. બિહારમાં 40 લોકસભા બેઠકો છે અને તેથી રાજ્યના રાજકીય ઘટનાક્રમો પર તમામ રાજકીય પક્ષોની નજર છે.

Related posts

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!