GSTV
Home » News » બિહારમાં નક્સલીઓનું તાંડવ, ચાર બસ સહીત દશ વાહનોમાં આગચંપી

બિહારમાં નક્સલીઓનું તાંડવ, ચાર બસ સહીત દશ વાહનોમાં આગચંપી

બિહારમાં નક્સલીઓએ તાંડવ મચાવ્યું છે. શુક્રવારે રાત્રે બિહારના ઔરંગાબાદના દેવના ગોદામ વિસ્તારમાં નક્સલીઓએ હુમલો કરીને ચાર બસ સહીત દશ વાહનોની આગચંપી કરી હતી. તેની સાથે જ નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એમએલસી રાજનસિંહના કાકા નરેન્દ્ર સિંહનું મોત નીપજ્યું છે. આ ફાયરિંગમાં લગભગ અડધો ડઝન લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે.

નક્સલીઓ દ્વારા ટ્રાન્સપોર્ટરના બે મકાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નક્સલીઓએ ટ્રાન્સપોર્ટરની ચાર બસો સહીત દશ નાના,મોટા વાહનોની આગચંપી કરી હતી અને એકસો રાઉન્ડથી વધારે ફાયર કર્યા હતા. એમએલસી રાજનસિંહના કાકા નરેન્દ્ર સિંહનું મોત નીપજ્યું હતું અને લગભગ ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલા કરીને બાદ નક્સલીઓ ફરાર થઈ ગયા હતા.

હુમલાની જાણકારી મળતા જ સીઆરપીએફ અને જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ આ મામલામાં કોઈ ધરપકડ થઈ નથી. જણાવવામાં આવે છે કે નક્સલીઓએ પાંચ વર્ષ પહેલા પણ આવો હુમલો કર્યો હતો. ભૂતકાળમાં કરવામાં આવેલા હુમલામાં પણ ટ્રાન્સપોર્ટરના મકાન નજીક ઉભેલા વાહનોની આગચંપી કરવામાં આવી હતી. પાંચ વર્ષ પહેલાના હુમલામાં અજીતસિંહ નામના શખ્સની પણ હત્યા કરી દેવામાં આવી હતી.

Related posts

આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસમાં મોદી VS સોનિયાની જંગ જોવા મળશે

Mayur

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur

નાદુરૂસ્ત તબિયતને લઈ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!