GSTV

ચૂંટણી ઈમ્પેક્ટઃ બિહાર માટે મોદી સરકારે ખોલ્યા પટારા, 16 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની મળી ભેટ

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને ઘણી નવી ભેટો આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બિહારમાં નમામી ગંગેને લગતા અનેક પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. વડા પ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે રાષ્ટ્ર નિર્માણના આ કામમાં બિહારનો પણ મોટો ફાળો છે, બિહાર દેશના વિકાસને નવી ઊંચાઇ આપનારા લાખો એન્જિનિયરો આપ્યા છે.

બિહારના શહેરી વિસ્તારોમાં લાખો પરિવારો પાણીની સુવિધાથી જોડવામાં આવ્યા

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષની પણ ટીકા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે કેન્દ્ર અને બિહાર સરકારના સંયુક્ત પ્રયાસોથી બિહારના શહેરોમાં પીવાના પાણી અને ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓમાં સતત સુધારો થઈ રહ્યો છે. મિશન અમૃત અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ, છેલ્લા 4-5 વર્ષમાં, બિહારના શહેરી વિસ્તારોમાં લાખો પરિવારો પાણીની સુવિધાથી જોડવામાં આવ્યા છે.

બિહારને કેન્દ્ર સરકાર તરફથી લગભગ 16,000 કરોડની યોજનાઓની ભેટ

તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદીએ બિહારની જનતાને અનેક વખત સંબોધન કર્યું છે. લગભગ દસ દિવસના અંતરાલમાં બિહારને કેન્દ્ર સરકાર તરફથી લગભગ 16,000 કરોડની યોજનાઓની ભેટ મળી રહી છે.

બિહારના લોકોએ આ પીડા ઘણા દાયકાઓ સુધી સહન કરી

પીએમ મોદીએ કહ્યું હતું કે રસ્તાઓ, ગલીઓ, પીવાના પાણી હોય કે એવી અનેક પ્રાથમિક સુવિધાઓની વાત હોય કો તેને ટાળી દીધી કે પછી તેનાથી જોડાયેલા કામો કૌભાંડોમાં ફેરવાઈ ગયા. વડા પ્રધાને કહ્યું કે જ્યારે શાસન પર સ્વાર્થનીતિ હાવી થઈ જાય છે ત્યારે વોટબેંકનું તંત્ર સિસ્ટમને દબાવવા માંડે છે, ત્યારબાદ સૌથી મોટી અસર સમાજના તે વર્ગ પર પડે છે જે પ્રતાડિત થયા હોત, વંચિત રહ્યા હોય કે શોષણનો ભોગ બન્યા હોય છે. બિહારના લોકોએ આ પીડા ઘણા દાયકાઓ સુધી સહન કરી છે.

1 લાખથી વધુ ઘરોને પાણીના નવા કનેક્શનો આપીને જોડાણ કર્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં જલ જીવન મિશન અંતર્ગત દેશભરમાં 2 કરોડથી વધુ પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે. આજે દેશમાં દરરોજ 1 લાખથી વધુ ઘરોને પાણીના નવા કનેક્શનો આપીને જોડાણ કર્યા છે. શુધ્ધ પાણી ફક્ત જીવનમાં સુધારો જ નહીં પરંતુ અનેક ગંભીર રોગોથી પણ બચાવે છે.

ગંગાને અડીને આવેલા ગામોનો વિકાસ થશે

નમામી ગંગા અંગે પી.એમ. મોદીએ જણાવ્યું કે, ગંગાને અડીને આવેલા ગામોને ગંગા ગ્રામ બનાવવામાં આવશે, તે જ સમયે નાળામાં વહેતું ગંદુ પાણીને રોકી દેવામાં આવશે.

વિશ્વના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું

બિહાર અંગે પીએમ મોદીએ કહ્યું કે બિહારની ભૂમિ એ શોધ અને નવીનતાનો પર્યાય બની છે, આપણા ભારતીય ઇજનેરોએ આપણા દેશના નિર્માણમાં અને વિશ્વના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. તે કામને લઈને સમર્પણ હોય, અથવા તેમની બારીક નજર, ભારતીય એન્જિનિયરોની દુનિયામાં એક અલગ જ ઓળખ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે જે ચાર યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં પટણા શહેરના બેઉર અને કરમલિચક ખાતે સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ગટરના પાણીના શુદ્ધિકરણ ) તેમજ અમૃત યોજના હેઠળ સિવાન અને છપરામાં પાણી સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

આમ આદમી માટે રાહતના સમાચાર/ 10 રૂપિયે કિલો સુધી સસ્તી થઇ ડુંગળી, ચેક કરી લો આજનો 1 કિલોનો ભાવ

Bansari

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

pratik shah

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!