GSTV

બિહારમાં પણ ઉન્નાવ જેવી ઘટના : રેપ કરવામાં નિષ્ફળ ગયેલા નરાધમે યુવતીને આગ ચાંપતા 80 ટકા શરીર સળગી ગયું

ઉત્તરપ્રદેશના ઉન્નાવની જેમ બિહારમાં પણ એક યુવતીને સળગાવીને તેની હત્યા કરવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં રેપ કરવામાં નિષ્ફળ એક શખ્સે એક યુવતીને જીવતી સળગાવીને તેની હત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં પીડિતા 80 ટકા સળગી ગઈ છે. સ્થાનિકોએ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરી છે. જો કે પોલીસ હજુ સુધી યુવતીનું નિવેદન નથી લઈ શકી.

પોલીસના જણાવ્યા મુજબ મુઝફ્ફરપુર જિલ્લાના નઝીરપુર ગામમાં એક શખ્સે મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં દાઝી ગયેલી મહિલાને એસકેએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે પીડિતાની માતાના નિવેદનના આધારે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પરિવારનો આરોપ છે કે યુવકે યુવતીના ઘરમાં ઘૂસીને તેની સાથે રેપ કરવાનો પ્રયાસ કર્યો . આ દરમિયાન જ્યારે પીડિતાએ તેનો વિરોધ કર્યો તો તે શખ્સે તેને જીવતી જ સળગાવવાનો પ્રયાસ કર્યો.

READ ALSO

Related posts

સંજુ સેમસનનો કેચ જોઇને સચિન બોલી ઉઠ્યો, 1992ના વર્લ્ડ કપની યાદ આવી ગઈ

Ankita Trada

IPL 2020: રાજસ્થાન સામે વિજય બાદ કેપ્ટન દિનેશ કાર્તિકે કહી આ મહત્વની વાત

Ankita Trada

Unlock 5 School Reopening: સ્કૂલ- કોલેજો ખોલવા મામલે આટલા ટકા વાલીઓએ ભણ્યો નનૈયો, નહીં ખૂલે શકે સ્કૂલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!