GSTV
India News ટોપ સ્ટોરી

બિહારમાં પાછલા 24 કલાકમાં ચમકી તાવના 75 નવા કેસ, અત્યાર સુધી 100થી વધુ બાળકોએ ઘુમાવ્યો જીવ

બિહારમાં ગંભીર તાવના કારણે અત્યાર સુધીમાં 137 બાળકોના મોત થયા છે. જ્યારે કે એકલા મુજફ્ફરપુરમાં 109 બાળકોના મોત થયા છે. મુજફ્ફરપુરની સરકારી હોસ્પિટલમાં 90 જ્યારે ખાનગી હોસ્પિટલમાં 19 બાળકોના મોત થયા છે. બાળકોના મોત બાદ જાગેલી સરકારે શ્રી કૃષ્ણ  સિંહ મેડિકલ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાના આદેશ આપ્યા છે.

મંગળવારે રાજ્યના સીએમ નીતિશ કુમારે મુજફ્ફરપુરની શ્રીકૃષ્ણસિંહ  મેડિકલ કોલેજની મુલાકાત કરી હતી. જ્યાં નીતિશ કુમારનો ઉગ્રવિરોધ કરવામાં આવ્યો હતો. બિહાર સરકારે મૃતક  પરિવારને ચાર-ચાર લાખની રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય સરકારે મેડિકલ સેવાને વધારે મજબૂત કરવાના આદેશ આપ્યા છે. 

CM નીતિશ કુમારે કાલે હોસ્પિટલની લીધી હતી મુલાકાત

બિહારમાં ગંભીર તાવના કારણે ૧૦૦થી વધારે બાળકોના મોત બાદ સીએમ નીતિશ કુમાર દોડતા થયા હતા. નીતિશ કુમારે મુજફ્ફરપુરમાં આવેલી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને બાળકોની સારવાર અંગે હોસ્પિટલના ડોક્ટર્સ સાથે  સમીક્ષા બેઠક કરી હતી.  બિહારમાં છેલ્લા ૧૮ દિવસથી બાળકોના ગંભીર તાવના કારણે મોત થઈ રહ્યા છે. જેથી નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી હતી.

આરજેડી નેતા મનોજ ઝાએ બાળકોના મોત મામલે જણાવ્યુ હતુ કે, બિહારમાં બાળકોના મોત થઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ આ મામલે ગંભીર નથી.  બિહારમાં બાળકોના મોત નહીં પણ હત્યા કરવામાં આવી છે. મોતની ઘટના બાદ જાગેલી બિહાર સરકારે મૃતક બાળકના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. બાળકોના મોત વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને મુજફ્ફરપુરની મુલાકાત લીધી હતી. અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

મહત્વનું છે કે અગાઉ નીતીશ કુમારે આ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે સરકાર બની શકે તે દરેક પ્રકારના પ્રયાસ કરી રહી છે. આ બિમારી અન્ય રાજ્યોમાં પણ ન પહોંચે માટે બિહારની આસપાસના રાજ્યોમાં સાવચેતીના ભાગરુપે પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. એક્યુટ એન્સેફલીટિસ સીન્ડ્રોમ તરીકે ઓળખાતા આ તાવને કારણે વ્યક્તિના મગજમાં સુજી જાય છે. આ તાવ વાયરલ ઇન્ફેક્શનને કારણે થાય છે. જેને પણ આ તાવ આવે છે તેને શરીર પર મોઠી અસર થઇ શકે છે.

Read Also

Related posts

શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી

pratikshah

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah
GSTV