GSTV

આ નહીં સુધરે/ કોરોનામાં લોકો મરી રહ્યાં છે ત્યારે ભાજપ સાંસદે 40 એમ્બ્યુલન્સ સંતાડી રાખી

Last Updated on May 9, 2021 by Bansari

બિહારમાં ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીના ઘરે ૪૦ જેટલી એમ્બ્યુલન્સ સંતાડી રખાઈ હોવાનો મુદ્દો ગરમ થઈ ગયો છે. જેડીયુના નેતા તક મળતાં જ ભાજપ પર તૂટી પડતાં ભાજપે આ મુદ્દે હાથ ખંખેરી નાંખતાં રૂડીની હાલત કફોડી થઈ ગઈ છે. બિહારમાં એમ્બ્યુલન્સ મળતી નથી તેથી લોકો જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે સારણના સાંસદ રૂડીના ઘરે સંખ્યાબંધ એમ્બ્યુલન્સ છૂપાવી રખાઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

તેના પગલે લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં રૂડીએ એવો લૂલો બચાવ કર્યો કે, ડ્રાઈવર મળતા નથી તેથી આ એમ્બ્યુલન્સ પડી રહી છે. સાંસદ પપ્પુ યાદવ તરત જ ૪૦ ડ્રાઈવર યુવકોને લઈને પહોંચી ગયા. યાદવે ઓફર કરી કે, આ ડ્રાઈવરોને પગાર પોતે ચૂકવશે.

યાદવની ઓફર પછી રૂડીએ પપ્પુ યાદવ ગેરકાયદેસાર રીતે ઘૂસ્યા હોવાના આક્ષેપ મૂક્યા છે. સૂત્રોનું કહેવું છે કે, રૂડીએ આ એમ્બ્યુલન્સ ભાજપના નેતા અને તેમનાં સગાંને ઈમર્જન્સીમાં કામ આવે એ માટે જ મૂકી રાખી હતી પણ પોલ ખૂલી જતાં ભાજપ હવે જવાબદારી લેવા તૈયાર નથી.

Read Also

Related posts

ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ, દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ

Pravin Makwana

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!