આ ભાણીયો ‘મામા’ બનાવી ગયો!.. મામીને ભગાડી ગયો અને પછી..

બિહારના ભભુઆ જીલ્લાના અંતરીયાળ અખલાસપુર ગામમાં એક ભાણીયો મામાની તબીયત ખરાબ છે કહીને મામીને લઈને ભાગી ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે મહિલાને સોધી-સોધીને થાકેલા પીડિતની માતાએ પોલીસ સ્ટેશનમાં આવેદન આપી જણાવ્યું કે 19 ડિસેમ્બરે તેમના જમાઈનો ભત્રીજો અને ગાઝીપુરના સુહાવલ પોલીસ સ્ટેશન અંતર્ગત ખજુહા નિવાસી મુકેશ કુમાર તેમના ઘરે અખલાસપુર આવ્યો અને કહ્યું કે તેમના જમાઈની તબીયત ખરાબ છે અને તેને મામીને લેવા મોકલ્યો છે.

જમાઈની તબીયત ખરાબ છે તેવું સાંભળીને તેમણે પોતાની દીકરીની વિદાઈ કરી દીધી. મહિલા પણ પોતાના ત્રણેય બાળકોને ઘરે મુકી અને પતિના ભત્રીજા સાથે પોતાની સાસરીમાં જવા નિકળી ગઈ. પરંતુ તે પોતાની સાસરી ખજુહા ન પહોંચી. ત્યાર બાદ થોડા દિવસો પછી જ્યારે જમાઈ પોતે મહિલાની દિકરીને લેવા માટે પહોંચ્યો ત્યારે મહિલાએ જણાવ્યું કે તેને તેમના ભત્રીજા સાથે જ મોકલી દેવામાં આવી છે.

સાસરીમાં આવેલા મહિલાના જમાઈએ તેને જણાવ્યું કે તેમની તબીયત ક્યારેય ખરાબ થઈ જ ન હતી. મહિલાને લાગ્યું કે તેની દિકરી સાથે કંઈક અઘટીત ઘટના ન બની ગઈ હોય તેવું વિચારીને મહિલા જમાઈ સાથે પેલા ભત્રીજાના ગામે પહોંચી અને તેના પિતાને આ મામલે પુછ્યું તો તેના પિતાએ જણાવ્યું કે તે ધણા દિવસોથી ઘરે પાછો નથી આવ્યો. મહિલા પોતાની દિકરીના ગાયબ થવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પણ ગઈ. પરંતુ ત્યાં તેની ફરિયાદને ન સાંભળતા તેને ઘરે પાછી મોકલી દેવામાં આવી. ત્યા નગર સ્ટેશનમાં આપેલા આવેદન બાદ પોલીસ ગાયબ મહિલાની તપાસમાં લાગી ગઈ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter