GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

બિહારમાં ફરીવાર આકાશમાંથી વરસ્યું મોત, વીજળી પડવાથી 11 લોકોના મોત

બિહારમાં ફરીવાર આકાશમાંથી આફત વરસી છે. મંગળવારે વીજળી પડવાના કારણે 11 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના 5 જિલ્લામાં વીજળી પડવાના કારણે લોકોના જીવ ગયા છે. રાજધાનીમાં 2, છપરામાં 5, નવાડામાં 2, લખીસરાયમાં 1 અને જમુઇમાં એકનું મોત નીપજ્યું છે. તો મુખ્ય પ્રધાન નીતીશ કુમારે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ દુર્ઘટનામાં તેઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

ગુરુવારે વીજળી પડતા સૌથી વધુ મોત ગોપાલગંજમાં થયા હતા

આ પહેલા ગુરુવારે વીજળી પડવાથી અને વાવાઝોડાને કારણે બિહારમાં ભારે વિનાશ થયો હતો. વીજળી પડવાના કારણે બિહારમાં 83 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે ઘણા લોકો દાઝી ગયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગુરુવારે વીજળી પડતા સૌથી વધુ મોત ગોપાલગંજમાં થયા હતા જ્યાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે મધુબની અને નબદામાં 8-8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પીએમ મોદીએ પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે આ કુદરતી દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિવારો માટે 4-4 લાખની સહાયતાની જાહેરાત કરી હતી.

પટનાના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

માત્ર બિહાર જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઉત્તર પ્રદેશના દેવરિયામાં 9 લોકો ઉપરાંત, પ્રયાગરાજમાં 6, આંબેડકરનગરમાં 3, બારાબંકીમાં 2 અને કુશીનગર, ફતેહપુર, ઉન્નાવ અને બલરામપુરમાં 1-1 ના મોત થયા છે. તમને જણાવી દઇએ કે બિહારમાં વીજળી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વરસાદને કારણે અહીં પણ હાલત ખરાબ છે. ઘણા શહેરોમાં પૂરની પરિસ્થિતિ છે. રાજધાની પટનાના ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

READ ALSO

Related posts

ક્યારે આવશે વિદ્યા બાલનની શકુંતલા દેવીનું ટ્રેલર ? જવાબ છે 2 x 2 x 2 x 3 x 3 x 5 મિનિટ

Bansari

વેરાવળનો જીવાદોરી સમાન હીરણ 2 ડેમ છલકાયો, નીચાણવાળા ગામોને કર્યા એલર્ટ

pratik shah

1 મહિના પહેલા બનેલી ગલફેન્ડે વિડિયોકોલમાં બંનેએ વારાફરતી કપડાં ઉતારવાનું નક્કી કર્યું, પરંતુ યુવાને કરેલી પહેલ ભારે પડી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!