GSTV

UP-બિહાર-ઝારખંડ સૌથી ગરીબ રાજ્યો/ કેરલમાં સૌથી ઓછી ગરીબી, નીતિ આયોગના રિપોર્ટમાં ભાજપ શાસિત રાજ્યોની કફોડી સ્થિતી

Last Updated on November 27, 2021 by Pravin Makwana

નીતિ આયોગે હાલમાં જ ફર્સ્ટ મલ્ટીડાઈમેંશનલ પોવર્ટી ઈંડેક્સ જાહેર કર્યો છે. તે મુજબ બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ ભારતના સૌથી ગરીબ રાજ્યો તરીકે ઊભરી આવ્યા છે. એટલુ જ નહીં આ રિપોર્ટમાં કેરલ, ગોવા અને સિક્કીમ સૌથી ઓછા ગરીબીવાળા રાજ્યો ગણાવ્યા છે.

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બિહારમાં 51.91 ટકા જનતા ગરીબ છે, તો વળી ઝારખંડમાં 42.16 ટકા, તો ઉત્તર પ્રદેશમાં 37.79 ટકા વસ્તી ગરીબ છે. આ લિસ્ટમાં ચોથા નંબરે મધ્ય પ્રદેશ આવે છે. એમપીમાં 36.65 ટકા જનતા ગરીબ છે. તો વળી આ જ લિસ્ટમાં મિઝોરમમાં 32.67 ટકા લોકો ગરીબી સાથે પાંચમાં નંબરે આવે છે.

કેરલ સૌથી ઓછુ ગરીબ રાજ્ય

નીતિ આયોગે MPI મુજબ કેરલમાં ફક્ત 0.71 ટકા વસ્તી જ ગરીબ છે. ગોવામાં 3.76 ટકા, સિક્કીમમાં 3.82 ટકા અને તમિલનાડૂમાં 4.89 ટકા વસ્તી ગરીબ છે. આ રાજ્ય દેશમાં સૌથી ઓછી ગરીબીવાળા રાજ્યો છે.

કેન્દ્રશાસિત રાજ્યોમાં સૌથી વધારે ગરીબ કોણ

તો વળી કેન્દ્રશાસિત રાજ્યોની વાત કરીએ તો, દાદરા નગર હવેલી 27.36 ટકા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ 12.58 ટકા, દમણ અને દીવ 6.82 ટકા, ચંડીગઢ 5.97 ટકા સૌથી ગરીબ છે. પુડુચેરીમાં ફક્ત 1.72 ટકા લોકો ગરીબ છે. જ્યારે લક્ષદ્વિપમાં 1.82 ટકા, અંડમાનમાં 4.30 ટકા અને દિલ્હીમાં 4.79 ટકા વસ્તી ગરીબ છે.

કુપોષણમાં બિહાર નંબર 1

બિહારમાં કુપોષિત લોકોની સૌથી વધારે સંખ્યા છે. ત્યાર બાદ ઝારખંડ, મધ્ય પ્રદેશ, યુપી અને છત્તીસગઢનો નંબર આવે છે. તો વળી સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્કૂલોમાં મળતા ભોજન, તેની વ્યવસ્થામાં બિહારનું પ્રદર્શન સૌથી ભયંકર છે.

ઉત્તર પ્રદેશ બાળ અને કિશોર મૃત્યુ દર શ્રેણીમાં સૌથી નીચલા સ્થાને છે. ત્યાર બાદ બિહાર, એમપી અને ઝારખંડનો નંબર આવે છે. જ્યારે સ્વચ્છતાંથી વંચિત વસ્તીની વાત આવે ત્યારે તેમાં બિહાર અને ઓડિશા આગળ છે.

READ ALSO

Related posts

સરોગસી પર તસલીમા નસરીનના ટ્વીટથી મચી ખળભળાટ, પ્રિયંકાનું નામ લીધા વગર સાધ્યો નિશાનો

Damini Patel

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!