GSTV
Home » News » બિહાર : બેઠક વહેચણીના મામલે જેડીયુએ ભાજપને સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું

બિહાર : બેઠક વહેચણીના મામલે જેડીયુએ ભાજપને સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું

બિહારમાં ભાજપના સાથીપક્ષ જનતાદળ- યૂનાઈટેડ દ્વારા ફરી એકવાર 2019ની ચૂંટણી માટે રાજ્યમાં બેઠક વહેંચણીની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે આગ્રહ કર્યો છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. ત્યાગીએ કહ્યુ છે કે હાલ આ મામલે કોઈ ગણગણાટ નથી. હવે સંસદનું સત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ શોકસભાઓનો તબક્કો સમાપ્ત થઈ ચુકયો છે. તેથી આશા છે કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ નજીકના ભવિષ્યમાં આના સંદર્ભે સાર્થક પહેલ કરશે.

જો કે જેડીયુના નેતા કે. સી. ત્યાગીએ આના માટે કોઈ સમયમર્યાદા આપી નથી. પરંતુ તેમનું કહેવું છે કે ભાજપને ખબર છે કે અન્ય પક્ષોની સરખામણીએ જેડીયુ પાસે સંસાધનો ઓછા છે. તેથી તેમને અન્ય પક્ષોની સરખામણીએ તૈયારી માટે વધુ સમય લાગશે.

મહત્વપૂર્ણ છે કે જનતાદળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ગત મહીને એલાન કર્યું હતું કે આગામી એક માસની અંદર ભાજપની સાથે બેઠક વહેંચણી થઈ જશે. નીતિશ કુમારની ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત બાદ આના સંદર્ભે એલાન કવામાં આવ્યું હતું.

જો કે હજી સુધી બિહારની ચાલીસ લોકસભા બેઠકોની વહેંચણીના મામલે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. તેને કારણે આરએલએસપીના તેવર વચ્ચે જેડીયુની બીજી વખતની તાકીદ એનડીએને બિહારમાં એકજૂટ રાખવાને લઈને એક રાજકીય પડકારથી ઓછી માનવામાં આવતી નથી.

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!