GSTV
Home » News » IPS અધિકારી પાસે આવક કરતા 300 ગણી વધુ સં૫ત્તિ ! : વિજીલન્સના દરોડા

IPS અધિકારી પાસે આવક કરતા 300 ગણી વધુ સં૫ત્તિ ! : વિજીલન્સના દરોડા

બિહારના વિશેષ વિજિલન્સ યુનિટની એક ટીમે અપ્રમાણસર મિલ્કતના મામલામાં બિહારના મુઝફ્ફરપુરના એસએસપી વિવેકકુમારના નિવાસસ્થાન સહીતના વિવિધ ઠેકાણાઓ પર સોમવારે દરોડાની કાર્યવાહી કરી છે. આવક કરતા ત્રણસો ગણી વધુ સંપત્તિ હોવાની જાણકારી પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બિહારમાં પહેલીવાર કોઈ સેવારત આઈપીએસ અધિકારીના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો મુજબ એસયૂવી દ્વારા એફઆઈઆર નોંધાવાના સમય સુધી 2007ની બેન્ચના આઈપીએસ અને તેમના પત્નીની પાસે 33.3 લાખના સેવિંગના સ્થાને એક કરોડ છ લાખની મિલ્કતો જપ્ત થઈ છે.

એસયૂવીના સૂત્રોનું કહેવું છે કે મુઝફ્ફરપુરમાં એસએસપીના સત્તાવાર નિવાસસ્થાનેથી 5.50 લાખ રૂપિયાની જ્વેલરી, 6.25 લાખ રૂપિયાની રોકડ અને બંધ થઈ ચુકેલી 45 હજારની કરન્સી જપ્ત થઈ છે. એસયૂવીના આઈજી રત્ન સંજયે કહ્યુ છે કે રવિવારે પટનામાં વિવેક કુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. સોમવારે દરોડામાં બંધ થઈ ચુકેલી કરન્સી સિવાય ઘણાં મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા છે. વિવેક કુમાર પર પોતાની બચતથી ત્રણ ગણી વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે.

વિવેકકુમારના નિવાસસ્થાને પહોંચતા જ અહીંથી તમામ સુરક્ષા ગાર્ડોને બહાર કાઢવામાં આવ્યા હતા. આઈપીએસના ઘરે તમામ લોકોના ફોન બંધ કરાવી દેવામાં આવ્યા અને કોઈને ઘરની બહાર જવા દેવામાં આવ્યા ન હતા. મહત્વપૂર્ણ છે કે મુઝફ્ફરપુરના એસએસપીના પદ પર વિવેકકુમારની પોસ્ટિંગ આઠમી એપ્રિલ-2016ના રોજ થઈ હતી. તેઓ આઈપીએસ બનતા પહેલા ભારતીય એન્જિનિયરિંગ સેવા, ભારતીય રેલવે અને રેવન્યૂ સર્વિસમાં પણ સેવા આપી ચુક્યા છે.

Related posts

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Bansari

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!