GSTV

બિહારમાં આજે જ સરકાર રચાઈ હોય તેમ અબજો રૂપિયાની જાહેરાતો નિતિશ અને મોદી કરી રહ્યાં છે, તો પછી 5 વર્ષ શું કર્યું

Last Updated on September 20, 2020 by

છેલ્લા 15 દિવસથી રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત બિહારમાં નવી યોજનાઓની જાહેરાતો કરી રહી છે. બિહારમાં એનડીએ સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ચૂંટણીઓ માથા પર છે. મતદારોને લલકારવા માટે થઈ રહ્યું છે. આદર્શ આચારસંહિતા અમલમાં ન આવે ત્યાં સુધી આવું ચાલુ રહેશે. પરંતુ ચૂંટણીના સમયે શરૂ થયેલી આ યોજનાઓ પૂર્ણ થશે કે કેમ તે દાવા સાથે કોઈ કહી શકે નહીં. નોકરીઓ આપવાથી લઈને લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે નીતિશ અને ભાજપના મોદીની સરકારે કંઈ ન કર્યું હવે જાહેરાતો શરૂ થઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ ઝડપથી અનેક જાહેરાતો કરી રહ્યા છે. તેમની સરકાર બની ત્યારે આ યોજનાઓ જાહેર કરીને તેને પૂરી કરવાનો સમય હતો પણ તેમણે ત્યારે તે કામ ન કર્યું હવે મત મેળવવા માટે આવી જાહેરાતો કરવામાં આવી રહી છે. બિહાર છેલ્લાં પાંચ વર્ષથી પૂર અને અન્ય આફતોનો સામનો કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 દિવસમાં બિહાર સંબંધિત 16 હજાર કરોડ યોજનાઓની જાહેરાત કરશે. 2015 ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે 1,25,000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તેનો એક ચતુર્થાંશ ભાગ પણ પૂરો થયો નથી. મતદારોની નસ પકડવા ચૂંટણી સમયે જાહેરાત કરે છે. જેથી મતદાર તેમની જાળમાં ફસાઈ જાય. પછી, વચનો ભૂલી જાવ, વચનો પૂરા થાય છે કે નહીં તે અંગે પણ લોકો નજર રાખતા નથી. એનએપીએમના સામાજિક કાર્યકર્તા આશિષ રંજન કહે છે કે, આ વધી આયોજન વગરની લોભામણી જાહેરાતો છે. જે લોકશાહીની દ્રષ્ટિએ યોગ્ય નથી.દસ દિવસથી જે રીતે જાહેરાતોનો વરસાદ પડી રહ્યો છે. તેવું લાગી રહ્યું છે કે સરકાર હવે ચૂંટાઈ છે અને કામ શરૂં કર્યું છે. જે એક એક ગરબડ લાગે છે.

READ ALSO

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

CM યોગીના 80: 20ની ફોર્મુલા સામે સ્વામી પ્રસાદ મોર્યાએ રજૂ કર્યું પોતાનું અલગ ફોર્મુલા, સપામાં સામેલ થનાર નેતાના કારણે ભાજપને થઈ શકે છે મોટું નુકશાન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!