GSTV

ધોરણ 8 પાસ છાત્રોને મળશે ITIમાં સીધો પ્રવેશ, આ સરકારે આપી રાહત

બિહાર સરકારના શ્રમ વિભાગે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. હવેથી 8મું ધોરણ પાસ બાળકોને સીધા જ ITIમાં એડમિશન આપવામાં આવશે. જે માટે શ્રમ વિભાગે પૂરી તૈયારી કરી લીધી છે. સાથે જ જે વિદ્યાર્થીઓએ 10માં ધોરણ બાદ ITI માં એડમિશન લીધું છે, તેમને પણ પ્લસ-2 ના આભ્યાસની વ્યવ્સાથ શ્રમ વિભાગ દ્વારા કરી આપવામાં આવશે. બિહાર સરકારના શ્રમ વિભાગમાં હવે નોંધાયેલા મજૂરોને પણ પોશાક રાશિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર

બિહાર શ્રમ વિભાગના મંત્રી વિજય કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, જો 8મા ધોરણ બાદ બાળકો ITIમાં આવી જશે તો, તેઓ પોતાનો અભ્યાસ પણ સાથે કરી શકશે. જો કે, આ વિદ્યાર્થીઓનો વિષય ગણિત અથવા ભૌતિકશાસ્ત્ર હોવો જોઈએ. જે વિદ્યાર્થીઓએ 10માં ધોરણ બાદ ITIમાં ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી છે, તેમને બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિ તરફથી ગણિત અને ભૌતિકશાસ્ત્રનો પણ અભ્યાસ કરવવામાં આવે જેથી તેઓ પ્લસ2 પણ કરી શકે. શ્રમ સંસાધન મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, ITI સંસ્થાઓમાં ટ્રેનિંગ લઈ રહ્યા બાળકોને વ્યવસાયની પરીક્ષા સાથે ઈન્ટર કાઉન્સિલમાંથી હિન્દી અને અંગ્રેજીની પરીક્ષા પાસ કરી લેવા પર ઈન્ટરમીડિએયની પણ માન્યતા મળી જશે.

મજૂરોને પોશાક માટે સરકાર કરશે નાણાકિય સહાય

શ્રમ વિભાગે એક બીજો પણ મોટો નિર્ણય લીધો છે કે, જે રીતે બધા જ મજૂરોને તબીબી રકમ આપવામાં આવે છે, તેવી જ રીતે બધા જ મજૂરોને વર્ષમાં એક વખત તેમના પોશાક માટે પણ રકમ આપવામાં આવશે. શ્રમ મંત્રી વિજય સિન્હાએ જણાવ્યું હતું કે, નોંધાયેલા તમામ કામદારોને તેમના ખાતામાં પ્રતિ વર્ષ 2500 રૂપીયા આપવામાં આવશે. આ રકમથી મજૂર પોતાના કપડા બનાવડાવી શકે છે.

શ્રમ વિભાગનો તાલીમ પર ભાર

બિહારમાં 139 સરકારી ITI સંસ્થાઓ છે, જેમાં સામાન્ય સંખ્યા 101 છે, જ્યારે મહિલા ITI સંસ્થાઓની સંખ્યા 38 છે. જો કે, શ્રમ વિભાગ દ્વારા ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં પણ 9 ITI સંસ્થાઓ ચલાવવામા આવી રહી છે. સમગ્ર બિહારમાં પ્રાઈવેટ ITI સંસ્થાઓની સંખ્યા 116 છે. સાથે જ શ્રમ વિભાગ ડોમેન સ્કિલની 1139 સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે. જે પ્રમાણે બિહારમાં કૌશલ વિકાસ મશીન તરફથી સમગ્ર બિહારમાં 1750 સંસ્થાઓ કામ કરી રહી છે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!