GSTV
Home » News » બિહારનાં નકસલ પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યો 150 મીટર લાંબો તિરંગો

બિહારનાં નકસલ પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યો 150 મીટર લાંબો તિરંગો

બિહારનાં ગયા જીલ્લાનાં નક્સલ પ્રભાવિત વિસ્તાર શેરઘાટીમાં પ્રથમ વખત ત્રિરંગા યાત્રા નિકળી હતી. ત્રિરંગા યાત્રામાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ અને બુદ્ધિજીવીઓ જોડાયા હતા. 150મીટર લાંબા ત્રિરંગા સાથે અસંખ્ય લોકોએ 8 કિમી લાંબી પદયાત્રા કરી હતી. રાષ્ટ્રગીતની ધૂન પર નિકળેલી યાત્રા બીટીબીઘા ગામથી શેરઘાટી પ્રખંડ કાર્યાલય સુધી યોજાઈ હતી.

ત્રિરંગા યાત્રા બાદ શેરઘાટી પ્રખંડ કાર્યાલય પર એક સામરંભનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સૈન્ય અને પોલીસનાં નિવૃત અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તકે સ્થાનિક યુવાનોએ સામાજીક કાર્યકરોને સન્માનિત કર્યા હતા.

મહત્વનું છે કે સમગ્ર શેરઘાટી મંડલ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. અહિં 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીનાં રાષ્ટ્રીય પર્વ પર ત્રિરંગાની જગ્યાએ કાળા વાવટા ફરકાવવામાં આવે છે. નકસલી વાતાવરણ વચ્ચે યુવાનો આવી રીતે બહાર આવે તે વાત લોકો માટે પ્રેરણાત્મક છે.

ગયા જિલ્લાનાં નકસલ પ્રભાવિત વિસ્તાર શેરઘાટીમાં પ્રથમ વખત ત્રિરંગા યાત્રાનું આયોજન થયું. આ યાત્રામાં દરેક ધર્મ અને જાતિનાં લોકો એક્તાનાં સંદેશ સાથે જોડાયા.

READ ALSO

Related posts

DRDOએ એસ એર ડિફેન્સ મિસાઈલ આકાશ-1Sનું સફળ પરીક્ષણ કર્યુ

Mansi Patel

વિશ્વમાં મહિલાઓનું વધતું પ્રભુત્વ, આ દેશની કેબિનેટમાં સાત મહિલાને મળ્યું કદાવર કદ

Path Shah

રાફેલ મામલે રિવ્યુ પીટીશનમાં જુની વાતો જ છે, આગળ તપાસની કોઇ જરૂર નથી: કેન્દ્રનો સુપ્રિમમાં જવાબ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!