GSTV

આદિત્ય સચદેવા હત્યાકાંડ : જેડીયુના સસ્પેન્ડેડ MLCના પુત્ર સહિત 2ને આજીવન કેદની સજા

Last Updated on September 6, 2017 by

બિહારના બહુચર્ચીત રોડરેઝ કેસમાં જેડીયુના સસ્પેન્ડેડ MLC મનોરમા દેવીના પુત્ર રોકી યાદવ સહિત બે આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે કે આરોપીઓને મદદ કરવાના આરોપસર રોદી યાદવના પિતા બિંદી યાદવને 5 વર્ષની જેલની સજા થઈ છે.

બિહારના ગયાની કોર્ટે સજા સંભળાવતા રોકી યાદવ તેના ભાઈ ટેની યાદવ અને MLC ના બોડીગાર્ડ રાજેશ કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ રોકીને 1 લાખ રૂપિયા અને બંને આરોપીઓને 50–50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

31 ઓગસ્ટે તમામ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 7 મે 2016 રોજ રોડ પર સાઈડ ન આપવાને કારણે રોકી યાદવે આદિત્ય સચદેવા નામના યુવાનની ગોળી મારી હત્યા કરી નાખી હતી.

આદિત્ય સચદેવા પોતાની કારમાં મિત્રો સાથે બોધગયાથી ગયા પરત ફરતો હતો. તે દરમ્યાન આ હત્યા થઈ હતી. જે બાદ જેડીયુએ MLC મનોરમા દેવીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!