GSTV

બિહારમાં વરસાદે મચાવ્યો હાહાકાર: 1000 ગામ પાણીમાં ડૂબ્યાં, 40 લાખ લોકોને અસર

બિહારમાં ભારે વરસાદનાં કારણે વિનાશકારી પૂર આવ્યું છે. ત્યારે આવેલાં વિનાશકારી પૂરમાં એક હજારથી વધુ ગામ ડૂબી ગયાં હોવાના અહેવાલે લોકોની સાથોસાથ શાસક પક્ષની ચિંતા વધારી દીધી હતી. બિહાર વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે આ કુદરતી આફતનાપગલે લોકો શાસક પક્ષથી વિમુખ થઇ જાય એવો ડર શાસક પક્ષ જેડીયુને હતો.

બિહાર રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યા મુજબ વધુ ત્રણ વ્યક્તિનાં મોત થયા હોવાની જાણકારી મળી હતી. ત્રણે મોત દરભંગા જિલ્લામાં થયાં હતાં. એ સાથે પૂરમાં માર્યા ગયેલા લોકોનો સત્તાવાર આંકડો 11 પર પહોંચ્યો હતો. બિનસત્તાવાર આંકડા મુજબ આ આંકડો ઘણો મોટો હોઇ શકે. બિહારના બાર જિલ્લાનાં કુલ એક હજાર ગામો પૂરનાં પાણીમાં ડૂબી ગયાં હોવાનો ભય સેવાતો હતો. કેટલાંક સ્થળે રાહત ટુકડીઓ હજુ સુધી પહોંચી નહોતી.

બિહારના ડિઝાસ્ટર મંત્ર્યાલયના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે પૂરગ્રસ્ત 60 હજાર પરિવારોના દરેકના બેંક ખાતામાં છ છ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ગુરૂવારે વધુ 40 હજાર લોકોના ખાતામાં આ રાહત રકમ જમા કરાવી દેવામાં આવશે. આઠમી ઑગષ્ટ સુધીમાં તમામ પૂરગ્રસ્ત લોકોને રાહતની રકમ પહોંચી જશે. વિપક્ષોએ આ સરકારી દાવાની હાંસી ઊડાવી હતી કે પૂરગ્રસ્ત લોકો બેંકમાં પૈસા લેવા કેવી રીતે પહોંચવાના છે અને જે લોકોએ પોતાનાં ઘરબાર અને ઘરવખરી ગુમાવી છે એમને છ હજાર રૂપિયાથી મળી મળીને કેટલી રાહત મળશે ?

સરકારી પ્રવક્તાએ એવો દાવો પણ કર્યો હતો કે ત્રણ લાખથી વધુ લોકોને રાહત શિબિરમાં પહોંચાડવાની કામગીરી ચાલી રહી હતી. પચીસ હજારથી વધુપરિવારો રાહત શિબિરમાં પહોંચી ચૂક્યાં હતાં. વધુ લોકોને રાહત શિબિરમાં પહોંચાડવા માટે નેશનલ ડિઝાસ્ટરફોર્સ ઉપરાંત રાજ્યનું ડિઝાસ્ટર ફોર્સ ચોવીસે કલાક કામ કરી રહ્યું હતું.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!