GSTV
Home » News » બિહારનાં લોકો પૂરગ્રસ્ત છે ત્યારે સુપર-30 ફિલ્મ જોવા અંગે બિહારનાં Dy.CM સુશીલ મોદીએ આપ્યો આ જવાબ

બિહારનાં લોકો પૂરગ્રસ્ત છે ત્યારે સુપર-30 ફિલ્મ જોવા અંગે બિહારનાં Dy.CM સુશીલ મોદીએ આપ્યો આ જવાબ

બિહારમાં પૂરનાં પાણીને કારણે 8 જિલ્લાઓ પુરથી પ્રભાવિત છે. સરકારે જે પ્રકારે રાહત અને બચાવ કાર્ય કરવું જોઇએ તેમાં સરકાર નિષ્ફળ નિવડી છે. જો કે એક તરફ બિહારમાં લોકો પૂરગ્રસ્ત છે અને બિહારનાં નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સુપર 30 ફિલ્મ જોવા ગયા હતાં. તેથી ડેપ્યુટી સીએમ વિવાદોના કેન્દ્રમાં છે. પરંતુ હવે તેમણે આ મામલે મૌન તોડ્યું છે.

ડે. સીએમ સુશીલ મોદીએ કહ્યું કે, તેમને આ વાત માટે ગાળો આપવામાં આવી રહી છે કે, બિહારમાં પુરની સ્થિતી છે પરંતુ તેઓ સુપર 30 મુવી જોઇ રહ્યાં હતા. પરંતુ તેઓ કહેવા માંગે છે કે, એક સાથે ઘણાં કામ કરી શકાય છે. અમે લોકો પુર પીડિતોની શક્ય તમામ મદદ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, આશ્ચર્યની વાત તે છે કે, મીડિયામાં તે વાતને હવા આપવામાં આવી રહી છે જેનો કોઇ આધાર નથી. પરંતુ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઋત્વિક રોશન અભિનીત સુપર-30 ફિલ્મને બિહારમાં ટેક્ષ ફ્રી કરવામાં આવી છે. તેથી ફિલ્મની કાસ્ટે બિહારનાં ડે.સીએમ સાથે મુલાકાત કરી હતી. તેમજ સ્પેશ્યલ સ્ક્રિનીંગનું આયોજન કર્યુ હતું. ત્યારથી બિહારની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.

READ ALSO

Related posts

લગ્નના બે મહિના બાદ નુસરત જહાંએ શેર કર્યો સંગીતનો રોમેન્ટિક Video

Arohi

ગિરીરાજસિંહની ઈચ્છા કાશ્મીરને પેલે પાર જવાની, લખ્યું, ‘અબકી બાર ઉસ પાર’

Mayur

3 મહિના સુધી કેદ કરી રાખી, યુવતી સાથે બૉયફ્રેન્ડ અને તેના ભાઇએ વારંવાર કર્યો ગેંગરેપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!