GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં થઇ બેઠકોની વહેંચણી, 2020 માટે 2010ની ફોર્મ્યુલા

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA એ પોતાનો ફોર્મ્યુલા તૈયાર કરી દીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેડીયુએ વધુ બેઠકોની માંગ ચોક્કસ કરી છે પરંતુ સાથે સાથે બેઠકોની વહેંચણીનો ફોર્મ્યુલા 2010 માફક જ કરવા પણ કહ્યું છે. જણાવી દઈએ કે વર્ષ 2010માં જેડીયુ 141 અને ભાજપ 102 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં જેડીયુએ 115 અને ભાજપે 91 બેઠકો પર જીત મેળવીને લાલુ પ્રસાદ યાદવની આરજેડી 22 બેઠકો પર જ સીમિત કરી દીધી હતી.

ભાજપના દિગ્ગજ દિલ્હીમાં કરી રહ્યા છે મનોમંથન

NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થતાની સાથે જ સૌથી પહેલા બિહાર ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદાન શુક્રવારે દિલ્હી ઉપડી ગયા હતા. બિહાર પ્રભારીના દિલ્હી રવાના થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને બિહાર સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે કલાકો સુધી પહેલા તબક્કાના મતદાન માટે કલાકો સુધી ઉમેદવારોના નામ પર ચર્ચા કરતા કરતા રહ્યા. રવિવારે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સંજય જયસ્વાલ પણ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ જયસ્વાલ પોતાની સાથે પહેલા તબક્કાના ઉમેદવારોની યાદી સાથે લઇ ગયા છે. જેના પર કેન્દ્રીય ચૂંટણી સમિતિ મનોમંથન કરી પોતાની સહમતી આપશે. સૂત્રો મુજબ, ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલ લિસ્ટમાં લગભગ 8 બેઠકો એવી છે જ્યાં ત્રણ ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી. એટલે કે ભાજપ 8 સીટિંગ ધારાસભ્યોના નામ કાપી શકે છે.

NDA

3 ઓક્ટોબર પહેલા થશે ઉમેદવારોની જાહેરાત

28 ઓક્ટોબરના રોજ યોજાનાર બિહાર વિધાનસભાના પહેલા તબક્કાના મતદાન માટે બિહાર ભાજપના ઉમેદવારોની જાહેરાત 3 ઓક્ટોબર પહેલા જ થઇ જશે તેવી શક્યતા છે. હકીકત એ છે કે ઉમેદવારોના નામોને લઈને બિહાર ચૂંટણી સમિતિની બેઠક હજુ સુધી થઇ શકી નથી. સૂત્રોનું માનીયે તો ભાજપ દ્વારા નામ તો લગભગ ફાયનલ કરી દીધા છે પરંતુ હવે આ નામોને બિહાર ચૂંટણી સમિતિ સમક્ષ રજુ કરીને તેમના પર ચર્ચા કરવામાં આવશે અને ચૂંટણી સમિતિની સહમતી બાદ જ કેન્દ્રીય સમિતિને લિસ્ટ સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 30 સપ્ટેમ્બર એટલે કે બુધવારથી પહેલા તબક્કાના ઉમેદવારોના નામ પર બિહાર ચૂંટણી સમિતિની બેઠક થઇ શકે છે. ત્યારબાદ આ લિસ્ટ પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે જેમાં ઉમેદવારોના નામની સાથે તે વિસ્તારના સંપૂર્ણ આકલન કરવા માટે નિર્ણય લેવામાં આવશે.

103 બેઠકો પર જેડીયુ અને 101 બેઠકો પર ભાજપ લડશે

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA એ પોતાની ફોર્મ્યુલા તૈયાર કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણી 2020માં જેડીયુ 103 બેઠકો પર અને ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડશે. જણાવી દઈએ કે 2010માં જેડીયુ 141 અને ભાજપ 102 બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. પરંતુ, આ વખતે એલજેપી અને જીતનરામ માંઝીની પાર્ટી હમ પણ NDAમાં સામેલ છે. જેથી, આ વખતે 39 બેઠકો સહયોગી પક્ષો માટે છોડવામાં આવી છે.

આવું રહ્યું NDAમાં બેઠકોનું ગણિત

ઉલ્લેખનીય છે કે 2015 બિહાર વિધાનસભા ચૂંટણીમાં 243 બેઠકો માંથી 178 બેઠકો પર મહાગઠબંધનનો વિજય થયો હતો. આ જીતમાં જેડીયુ કરતા વધુ વધુ આરજેડીના ધારાસભ્યો જીત્યા હતા. ભાજપથી અલગ નીતીશકુમારની પાર્ટી જેડીયુએ 2010 ચૂંટણીમાં 142 બેઠકો પર લડી હતી, પરંતુ 2015માં મહાગઠબંધનમાં સામેલ થયેલ જેડીયુ 101 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું. આમ 2015માં જેડીયુ 2010 કરતા 41 ઓછી બેઠકો સાથે લડ્યું હતું. અને 101 બેઠકો પર લડીને 71 બેઠકો પર જીત્યું હતું જે 2010ની સરખામણીમાં 44 બેઠકો ઓછી હતી. તો, 167 બેઠકો પર ચૂંટણી લડનાર ભાજપ 2015માં માત્ર 53 બેઠકો પર જીત મેળવી શક્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Karan

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel

આ શહેરમાં બાળકોને પણ સફર દરમિયાન બાઈક પર પહેરવું પડશે હેલ્મેટ, ટ્રાંસપોર્ટ વિભાગે બદલ્યા છે આ નિયમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!