GSTV

રાજકારણ/ લોજપાને ઠંડો પાડવા નીતિશે ખેલ્યો આ દાવ, ચિરાગ પાસવાન ઉંઘતો ઝડપાયો

લોજપા

Last Updated on October 7, 2020 by Bansari

બિહાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ભાજપ અને જદયુ વચ્ચે થયેલી સમજૂતીએ લોજપાના ચિરાગ પાસવાનને એક લપડાક સમાન ગણાય. ચિરાદ જદયુ સાથેના સંબંધો તોડીને સતત એવો ભ્રમ સર્જી રહ્યો હતો કે એ ભાજપ અને એનડીએની સાથે છે. ચિરાગ દિલ્હી જઇને ભાજપ પ્રમુખ નડ્ડાને એક કરતાં વધુ વખત મળ્યો હતો અને જદયુના નીતિશ કુમાર મારી અવગણના કરે છે એવો દાવો કરીને એણે પોતાના પક્ષના વધુ ઉમેદવારો જાહેર કરી દીધા હતા. એ એવા ભ્રમમાં હતો કે મારા આ પગલાથી નીતિશ કુમાર ચોંકી જશે. પરંતુ એ નીતિશ કુમારને ઓળખવામાં થાપ ખાઇ ગયો.

નીતિશ કુમારે આ દાવ ખેલીને ચિરાગને એકલો પાડી દીધો

નીતિશ કુમારે ભાજપ સાથે ચૂંટણી સમજૂતી કરીને ચિરાગને એકલો પાડી દીધો. ચિરાગે આ પહેલાં એવી જાહેરાત કરી હતી કે અમને કોઇના સાથની જરૂર નથી. અમે અમારા બળ પર ચૂંટણી લડીશું. એણે લાલુ પ્રસાદ યાદવના પક્ષ રાજદ કે કોંગ્રેસ સાથે પણ કોઇ સમજૂતી કરી નહોતી.

ચિરાગની ચાલ સામે નીતિશનો દાવ

ચિરાગની ચાલ એવી હતી કે જદયુને પડતો મૂકીને ભાજપ પોતાની સાથે હોય એવો દેખાવ કરતાં રહેવું. એણે નીતિશ કુમારના પક્ષ સામે ઉમેદવારો ઊભા કરી દીધા હતા. એ એવી છાપ પાડવા માગતો હતો કે મારા મતભેદ નીતિશ કુમાર સાથે છે, ભાજપ સાથે નથી.

હવે જદયુએ ભાજપ સાથે સમજૂતી કરી એટલે ચિરાગના સઢમાંથી હવા નીકળી ગઇ હતી. ભાજપે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે નીતિશ કુમારના નેતૃત્વને સ્વીકારશે એજ એનડીએમાં રહેશે. નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકાર્ય ન હોય એ અમારી સાથે ન રહી શકે. આમ ચિરાગ હવે એકલો પડી ગયો હતો. હવે ચિરાગ છાતી ઠોકીને એમ નહીં કહી શકે કે હું એનડીએની સાથે છું. નીતિશ કુમારે મુત્સદ્દી હોવાનું વધુ એકવાર પુરવાર કર્યું છે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!