બિહાર વિધાનસભા ચૂંટણીની 243 સીટો માટે મતગણતરી ચાલી રહી છે. મહાગઠબંધન પર એનડીએએ લીડ મેળવી લીધી છે. એનડીએના રૂઝાનોને બહુમત મળી ગયો છે. સવારે જ્યારે મતગણતરી શરૂ થઇ ત્યારે મહાગઠબંધને લીડ યથાવત રાખી હતી પરંતુ એનડીએએ જબરદસ્ત વાપસી કરી છે. શરૂઆતમાં એવુ લાગી રહ્યું હતુ કે આરજેડી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે. પરંતુ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી છે, બીજેપી પોતાની લીડને વધુ મજબૂત કરતી જઇ રહી છે. બીજેપી હવે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. હાલ બીજેપી 73 જ્યારે આરજેડી 60 સીટો પર આગળ ચાલી રહી છે. જેડીયૂ 46 સીટો પર આગળ છે.
બિહારમાં બ્રાન્ડ મોદીનો દબદબો યથાવત

બિહારના રાજકારણમાં આવુ પહેલીવાર બન્યુ છે જ્યારે બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને ફક્ત 53 સીટો પર જીત મળી હતી. ગત ચૂંટણીમાં જેડીયૂ અને આરજેડીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. બીજેપીએ જે પ્રકારનું પ્રદર્શન કર્યુ છે, તે ચોંકાવનારુ છે. મોટાભાગના એગ્ઝિટ પોલમાં આરજેડી સૌથી મોટી પાર્ટી રૂપે ઉભરી આવશે તેવી વાત હતી. બીજેપીએ એગ્ઝિટ પોલના અનુમાનોને નકારી કાઢ્યા છે. આ રૂઝાનોનો તે સ્પષ્ટ સંદેશ છે કે બ્રાન્ડ મોદીનો દબદબો યથાવત છે.

આરજેડીને નુકસાન

બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં શરૂઆત આરજેડી અને બીજેપી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી પરંતુ બાજી બીજેપીએ મારી લીધી છે. આરજેડીને 2015ના પરિણામના મુકાબલે 20 સીટોનુ નુકસાન થયુ છે. 2015ની ચૂંટણીમાં આરજેડીને 80 સીટો મળી હતી. હાલ પાર્ટી 60 સીટો પર આગળ ચાલી રહી છે. આરજેડી માટે કોંગ્રેસનો એટલો સારો સહારો નથી મળ્યો. કોંગ્રેસે 70 સીટો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ ફક્ત 20 સીટો પર આગળ છે. જો કે કોંગ્રેસનુ આ પ્રદર્શન ગત ચૂંટણી કરતા સારુ છે પરંતુ એટલુ ઉમદા નથી જેટલુ મહાગઠબંધન પાસેથી આશા હતી.
Read Also
- ખાસ વાંચો/ તમારો ચહેરો અને અવાજ નક્કી કરશે તમે કેટલા વિશ્વાસપાત્ર છો,આ ટેસ્ટમાં ફેલ થયા તો નહીં મળે લોન
- નિમણુક/ 150 નવા IPS ઓફિસર્સને ફાળવાયા કેડર : આટલા અધિકારીઓ આપશે ગુજરાતમાં સેવા, અહીંયા જોઈ લો સંપૂર્ણ યાદી
- ખુશખબર/ 5 વર્ષ સુધી જમીન મફત, ગુજરાતના ખેડૂતોને 50 હજાર એકર જમીન મળશે, માત્ર 100થી 500 રૂપિયા ભાડુ
- ખુલી ગયા નસીબ/ સસ્તામાં ખરીદી હતી લોટરીની ટિકિટ, રકમ લેવા પહોંચ્યા તો ઉડી ગયા હોંશ
- જૂનાગઢ/ સીએમ રૂપાણીએ સાસણના વિકાસના કામોનું નું કર્યું ઈ ખાતમુહુર્ત, કોંગ્રેસના આ નેતા પણ રહ્યા હાજર