GSTV

બિહાર: તેજસ્વીને નડી પોતાની જ ચાલાકી, આ કારણે RJDને કામ ન આવ્યો 10 લાખ રોજગારનો વાયદો

તેજસ્વી

બિહાર વિધાનસભાની 243 સીટો માટે મતગણતરી ચાલી રહી છે અને રૂઝાનોમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધને સારુ પ્રદર્શન કર્યુ પરંતુ NDA આગળ તેની પાર્ટી બહુમતથી દૂર રહી ગઇ. રૂઝાનોમાં એનડીએ 124 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે મહાગઠબંધન હાલ 109 સીટો પર આગળ છે. જણાવી દઇએ કે કોઇપણ પાર્ટીને બિહારની સત્તા મેળવવા માટે 243 વિધાનસભા સીટોમાંથી 122 સીટો પર જીત હાંસેલ કરવી જરૂરી છે. ચૂંટણીમાં મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસ્વી યાદવે નીતીશ કુમારને જોરદાર ટક્કર આપી પરંતુ આરજેડી લીડ મેળવ્યા બાદ પાછળ રહી ગઇ. અમે તમને તે મુદ્દાઓ વિશે જણાવી દઇએ જે કારણે તેજસ્વી લીડ હાંસેલ કર્યા બાદ પાછળ રહી ગયા.

10 લાખ નોકરીઓનુ વચન

તેજસ્વી યાદવે બેરોજગારીના મુદ્દાને મોટાપાયે ઉઠાવ્યો હતો અને 10 લાખ નોકરીઓનુ વચન આપ્યુ પરંતુ તેને લઇને તેણે ક્યારેય સ્પષ્ટતા નથી કરી કે આટલી નોકરી આપવા માટે પૈસા ક્યાંથી આવશે. નીતીશ કુમારે આ વાતને લઇને દરેક રેલીમાં તેજસ્વી પર નિશાન સાધ્યુ છે.

કૌભાંડનો આરોપ

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સતત લાલુ પરિવાર પર કૌભાંડના આરોપ લાગતા આવ્યા છે અને આ જ કારણ છે કે તેજસ્વી યાદવની પાર્ટીને ચૂંટણીમાં નુકસાન થયુ.

મોદીથી બચવા અજમાવ્યો કેજરીવાલ ફોર્મ્યુલા

તેજસ્વી યાદવે ખૂબ જ ચતુરાઇથી પીએમ મોદી પર નિશાન ન સાધતા સીધા  જ નીતીશ કુમાર પર પ્રહાર કર્યા. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોર્મ્યુલા પર કામ કર્યુ. આ જ રીતે એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ નીતીશ કુમાર પર ચાબખા માર્યા.

સ્થાનિક મુદ્દા

તેજસ્વી

તેજસ્વી યાદવ સ્થાનિક વિકાસ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ગરીબીના મુદ્દા હંમેશા ઉઠાવ્યા અને હંમેશા આમ આદમીના દિલ સુધી પહોચવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે હંમેશા રાષ્ટ્રીય મુદ્દાઓથી અંતર જાળવ્યુ અને આ તેમની પાર્ટી માટે નુકસાનકારક સાબિત થયુ.

વામપંથનો સાથ આરજેડીએ આ વખતે ચૂંટણીમાં વામપંથી પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડી. તેજસ્વીની પાર્ટીએ સીપીઆઇને છ, સીપીએમને ચાર અને સીપીઆઇએમએલને 19 સીટો આપી. વામપંથી દળો સાથે ચૂંટણી લડવાથી તેજસ્વીને નુકસાન થયુ કારણ કે આ પાર્ટીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ.

Read Also

Related posts

અમદાવાદ/ ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનમાં પડયા ફાંટા

pratik shah

પોસ્ટ ઓફિસની આ 5 શાનદાર સ્કીમમાં રોકાણ કરી મેળવો ડબલ પૈસા, ઓછા સમયમાં બની જશો માલામાલ

Ankita Trada

કર્મચારીઓની રજામાં વધારો થવા સાથે બદલાઈ શકે છે પીએફ સહિતના આ નિયમો, મોદી સરકાર આજ કરશે નિર્ણય

Karan
Do NOT follow this link or you will be banned from the site!