GSTV

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને આડે હાથ લીધી છે. પેટ્રોલ ડીઝલ ઉપર ટેક્સ વધારવાની યોજના અંગે માહિતી આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રધાનમંત્રીજી જનતાને લૂંટવાનું બંધ કરો અને પોતાના મિત્રોને પૈસા આપવાનું બંધ કરો અને આત્મનિર્ભર બનો.

રાહુલ ગાંધી

સરકાર માત્ર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી સરકાર ઉપર એક પછી એક હૂમલો કરી રહ્યા છે. ખાસ કરીને હાલમાં બિહારમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં તેઓ સતત સરકાર ઉપર નિશાન સાધી રહ્યા છે. બિહારમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારને નાના વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકોની કોઇ ચિંતા નથી. સરકાર માત્ર કેટલાક ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે.

અંબાણી અદાણી માટે મોદી રસ્તો સાફ કરી રહ્યા

રાહુલ ગાંધીએ કહ્યું કે અંબાણી અને અદાણી માટે નરેન્દ્ર મોદી રસ્તો સાફ કરી રહ્યા છે. તો ખેડૂતો, મજૂરો અને દુકાનદારોને રસ્તામાંથી દૂર કરી રહ્યા છે. આવાનારા સમયમાં તમેને આખા હિન્દુસ્તાનની દોલત માત્ર બે ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જોવા મળશે. તો હાલમાં જ બનાવાયેલા ત્રણ કૃષિ કાનૂનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે માર્કેટ યાર્ડ વ્યવસ્થા ખતમ થઇ જશે, ટેકાના ભાવ પણ પૂરા થઇ જશે અને આવનારા દિવસોમાં તમારા ખેતર પણ આંચકી લેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

બર્મિઘમ યુનિવર્સિટીએ કોરોનાથી બચવા તૈયાર કર્યો અનોખો નોઝલ સ્પ્રે, 48 કલાકમાં જ મારી નાખશે વાયરસ

Pravin Makwana

ભારતમાં પાંચ વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ, સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે

Nilesh Jethva

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!