વડાપ્રધાન મોદીએ બિહારમાં ચિરાગ પાસવાનને આડકતરી રીતે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે, તેઓ નીતીશ સાથે જ સરકાર બનાવીશે, ચિરાગ સાથે નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બિહારમાં કોઈને પણ મૂંઝવણમાં રહેવાની જરૂર નથી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં આવી કેટલીક હરકતો કરી હતી જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ એલજેપી અને ચિરાગ પાસવાનને પણ સંદેશ આપી રહ્યા છે. ચૂંટણી પછી, તેમણે ભાજપ અને એલજેપી સરકારની રચના અંગે ફેલાયેલા ઈશારાઓમાં પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. બિહારની પ્રજા ક્યારેય મૂંઝવણમાં નથી રહેતી.
નીતીશની આગેવાનીમાં ફરી બિહારમાં સરકાર બનાવવી જરૂરી
મોદીએ કહ્યું કે, ચૂંટણી પૂર્વે જ સ્પષ્ટ નિર્ણય જાહેર કરતી આવી છે. આવતા સર્વેક્ષણો અને અહેવાલોમાં તે સ્પષ્ટ છે કે બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનાવવામાં આવી રહી છે. દરેક ચૂંટણીમાં મૂંઝવણ ફેલાય છે, પરંતુ મતદાન પર તેની કોઈ અસર નથી. નીતીશની આગેવાનીમાં ફરી બિહારમાં સરકાર બનાવવી જરૂરી છે. ભાજપ, જેડીયુ અને વીઆઇપી એટલે કે એનડીએ સરકારનું ગઠબંધન થશે. એનડીએના તમામ કાર્યકરો તમામ રાજકીય પક્ષોના ઘટકોની તમામ તાકાતથી એક થયા છે, અને એક બીજાના મિત્રો રહ્યા છે. આમ મોદીના સંપષ્ટ સંકેતો છે કે, બિહારમાં ચિરાગ સાથે રહીને સરકાર નહીં બનાવે. પણ રાજકારણમાં બધું ધાર્યું નથી થતું. તેમાં સમાધાનો કરવા પડતાં હોય છે એ નીતીશ અને મોદીની જોડીથી સ્પષ્ટ થાય છે.
READ ALSO
- આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ
- આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા
- રાજ્યમાં કોરોના સંક્રમણમાં થોડી રાહત:, ગુજરાતમાં નવા ૪૫૯ કેસ,અમદાવાદમાં ૧૬૪
- અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર
- કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા