GSTV
Gujarat Government Advertisement

આરજેડીના ઘોષણાપત્રને ભાજપે ગણાવ્યો જુઠ્ઠો: નિત્યાનંદરાય બોલ્યા તેજસ્વી પાસે નથી વિઝન, મનોજ તિવારીના કોંગ્રેસ પર પ્રહાર

Last Updated on October 24, 2020 by pratik shah

ભાજપે આરજેડીના ઘોષણાપત્રને જુઠ્ઠાણું ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે તેજસ્વી યાદવ જે પણ વાયદાઓ કરી રાહ્ય છે તે માત્ર અને માત્ર જુઠ્ઠું છે. આ બિહારની જનતા જાણે છે કારણકે બિહારે લાલુ યાદવની શાસન જોયું છે.

તેજસ્વી પાસે નથી વિઝન

તેજસ્વી યાદવ પર હુમલો કરતા નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે તેજસ્વી પાસે કોઈ વિઝન નથી. જે લોકો ગાઈડ કરી રહ્યા છે તે જ તેઓ બોલી રહ્યા છે. જનતાને તેમની વાતો પર વિશ્વ સ નથી. તેમને કહ્યું કે લાલુ યાદવના રાજમાં લૂંટ ભ્રષ્ટાચાર અને અપરાધીઓની બોલબાલા હતી. તેમણે કહ્યું કે નીતીશકુમારના બિહારમાં વિકાસને સૌએ જોયો છે. અમે પીએમ મોદીના વિકાસના વિચાર સાથે આગળ વધી રહ્યા છીએ.

અમે આ દુઃખ જોયું છે

ભાજપના સાંસદ અને દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું છે કે તેજસ્વી આજે નોકરી અને રોજગારની વાત કરી રહ્યા છે. લાલુ પ્રસાદ અને રાબડી દેવીના સમયમાં અમે પલાયનના દુઃખને અનુભવ્યું છે.

શૂન્ય સ્કોર કરશે કોંગ્રેસ

કોંગ્રેસ પર પ્રહાર કરતા મનોજ તિવારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકાર બિહારના દીકરા સુશાંત સિંહ રાજપૂત મામલે એક FIR સુદ્ધા ન કરી શકી. બિહારની જનતા કોંગ્રેસને આનો જવાબ આપશે અને કોંગ્રેસ ઝીરો સ્કોર કરશે.

મનોજ તિવારી

જનતા ચિરાગ પાસવાનની જવાબ આપશે

મનોજ તિવારીએ એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન પર પણ પ્રહાર કરતા તેમને આડે હાથે લીધા હતા. દારૂબંધી માટે નીતીશકુમાર સરકાર પર પ્રહાર કરવા પર મનોજ તિવારીએ જણાવ્યું કે બિહારની મહિલાઓ આનો જવાબ ચિરાગ પાસવાનની આપશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પૂર્ણ રાજ્ય/ પીએમઓમાંથી ફોન જતાં મહેબૂબા તૈયાર થયાં, કાશ્મીરમાં મોદી સરકાર ભરી શકે છે પારોઠનાં પગલાં

pratik shah

સુપર વેક્સિન/ કોરોના ફેમિલીના તમામ વેરિએન્ટને આપશે માત, સેકન્ડ જનરેશન વેક્સિન કરશે ચમત્કાર

pratik shah

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!