GSTV

બિહાર NDAમાં વધી ટેંશન: LJPએ મૂકી આ ડિમાન્ડ, જો પુરી નહિ થાય તો તોડશે ગઠબંધન

બિહાર વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. પરંતુ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) અને મહાગઠબંધનમાં LJP બેઠકોની વહેંચણી નથી થઇ શકી. સૌથી વધુ રસ્સાકસ્સી NDAમાં ચાલી રહી છે. લોક જનશક્તિ પાર્ટી (LJP)એ 42 બેઠકોની માંગ કરી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો 42 બેઠકોની માંગ પુરી નહિ કરવામાં આવે તો સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.

LJPની 42 બેઠકોની માંગ

સૂત્રોનું માનીયે તો LJP ઈચ્છે છે કે તેમને 2015ની જેમ જ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળે. તેમની દલીલ છે કે વર્ષ 2014માં તેમની પાર્ટીએ 7 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી. તો તેને 1 સીટ ગુમાવીને 6 બેઠકો પર જીત મળી હતી. 2019 લોકસભા ચૂંટણીમાં પણ તેમની પાર્ટીને 6 લોકસભા બેઠકો પર જીત મળી હતી અને એક રાજ્યસભા બેઠક પણ મળી હતી. આ હિસાબે LJP ને આ ચૂંટણીમાં 42 બેઠકો મેળવી જોઈએ.

ચિરાગ પાસવાને રજુ કરી આ ફોર્મ્યુલા

LJP અધ્યક્ષ ચિરાગ પાસવાને NDA  ગઠબંધનને જોતા ભાજપ સમક્ષ એક નવી ફોર્મ્યુલા રજુ કરી છે. જે મુજબ, LJPને 22 વિધાનસભા બેઠકોની સાથે બિહારમાં રાજ્યપાલ દ્વારા પસંદ કરવામાં આવતા 12એમએલસીમાં 2 એમએલસી મળવા જોઈએ અને ઓક્ટોબરના અંતમાં ઉત્તર પ્રદેશમાં થનાર રાજ્યસભા ચૂંટણીમાં એક રાજ્યસભા બેઠક તેમની પાર્ટીને આપવામાં આવે.

LJP Chirag Paswan

ભાજપની સાથે એલજેપીના નેતાને પણ મળે આ પદ

ચિરાગ પાસવાને ભાજપ નેતૃત્વને બીજી ફોર્મ્યુલા આપી છે. આ મુજબ, જો તેઓને રાજ્યસભાની બેઠકો નહીં મળે તો બિહારની ચૂંટણી પહેલા બેઠકોની ઘોષણાની સાથે બિહારમાં એનડીએની સરકાર બને તો ભાજપની સાથે સાથે એલજેપી માંથી  ચિરાગ પાસવાનને પણ નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવી જોઈએ.

જો આમ નહિ થાય તો એલજેપી સ્વતંત્ર ચૂંટણી લડશે

ભાજપ નેતાગીરીએ ગઈકાલે ચિરાગ પાસવાનનો સંપર્ક કર્યો હતો અને ટૂંક સમયમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ખાતરી આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આજે ચિરાગ પાસવાન આઠે બિહાર ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ મુલાકાત કરી શકે છે. જો બેઠકો પર સહમતી નથી સધાતી તો એલજેપી આગામી 2 દિવસોમાં સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરશે.

નીતીશકુમાર સામે ચિરાગ પાસવાન

ચિરાગ પાસવાને નીતીશકુમાર અને જેડીયુ પર સવાલ ઉઠાવતા પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહને પાત્ર લખ્યો છે. ચિરાગ પાસવાને પાત્રમાં એનડીએ ગઠબંધનમાં અત્યારસુધી કોઈ વાતચીત શરૂ ન થઇ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. એલજેપીનું માનવું છે કે બિહારમાં નીતીશકુમાર સામે એન્ટીઈન્કમ્બન્સી છે અને નીતીશકુમારના નેતૃત્વમાં જો ચૂંટણી લાદવામાં આવી તો ચૂંટણીમાં એનડીએની હાર થશે.

નીતીશકુમારના નેતૃત્વમાં હાર નક્કી : પાસવાન

ચિરાગ પાસવાને જણાવ્યું છે કે સમગ્ર દેશમાં ભાજપ સંગઠન મજબૂત થઇ રહ્યું છે. પરંતુ બિહારમાં એવું નથી. બિહારમાં આજે એ સ્થિત છે કે ભાજપ પોતાના મુખ્યમંત્રી જાહેર કરી અલગ ચૂંટણી લડે તો જીતી શકે છે. ચિરાગનું કહેવું છે કે નીતીશકુમારે એલજેપીના નેતાઓનું અપમાન કર્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Karan

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel

આ શહેરમાં બાળકોને પણ સફર દરમિયાન બાઈક પર પહેરવું પડશે હેલ્મેટ, ટ્રાંસપોર્ટ વિભાગે બદલ્યા છે આ નિયમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!