GSTV

બિહાર વિધાનસભા ચૂંટણી: જેડીયુએ કર્યું પોતાના ચૂંટણી મુરતિયાઓની જાહેરાત, મોકામાથી રાજીવ લોચનને મળી ટિકિટ

Bihar Election 2020: જનતા દળ (યુનાઇટેડ) એ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીએમ નીતીશ કુમારે સૂર્યગઢાથી રામાનંદને, અગિયાંવથી પ્રભુ રામ, કરહગરથી વિશેષ્ઠ સિંહ, જગદીશપુરથી કુસુમ લતા કુશવાહા, ઝાઝાથી દામોદર રાવત, મોકામાથી રાજીવ લોચન, બરબીઘાથી સુદર્શનને જેડીયૂનો પ્રતીક આપ્યો હતો.

Election

ઉમેદવારોને તૈયારી કરવા સૂચના

જેડીયુ અને ભાજપ તરફથી બેઠકોની વહેંચણી કરી દેવામાં આવી છે. રવિવારે ભાજપ અને જેડીયુએ પોતાના ભાગની કેટલીંક બેઠકો માટે ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી નોંધાવવા માટેની તૈયારી કરવા જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું છે કે પહેલા ચરણની બેઠકો પર એનડીએના ઉમેદવારો 6 ઓક્ટોબરથી ઉમેદવારી નોંધાવી શકશે. નામ નોંધાવવાની અંતિમ તારીખે એટલે કે 8 ઓક્ટોબરના રોજ એનડીએના ઘણા ઉમેદવારો ઉમેદવારી પાત્ર ભરશે.

પહેલા તબક્કામાં 16જિલ્લાની 71 બેઠકો પર થશે Election

ઉલ્લેખનીય છે કે બિહારમાં પહેલા ચરણની ચૂંટણી માટે નામાંકન શરૂ થઇ ગયું છે, પહેલા તબક્કામાં 16 જિલ્લાઓની 71 બેઠકો પર ચૂંટણી યોજાશે. ગત ચૂંટણીમાં આ બેઠકો પર મહાગઠબંધનને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આરજેડીનાં 5, જેડીયુના 21, કોંગ્રેસે 8 બેઠકો જીતી હતી. તો ભાજપે 14 બેઠકો જીતી હતી. તો સાથે સાથે હમ, સીપીઆઇ અને અપક્ષ ઉમેદવારોએ પણ એક એક બેઠકો જીતી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઈરાનના ટોપ ન્યૂક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરી દેવાઈ, લોકો કહે છે તેમને ‘ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ’

Pravin Makwana

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

બિહાર/ ઉપમુખ્યમંત્રીના પદેથી હટાવીને ‘સુમો’ને અહીં ફીટ કરવા માગે છે BJP, રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!