GSTV

મોટા સમાચાર/ બિહાર ચૂંટણીમાં પ્રચાર માટે કોંગ્રેસનો હાર્દિક પટેલનો પ્લાન થયો ફેલ, ગુજરાત સરકારે પાડી દીધો ખેલ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ગુજરાત કોર્ટમાંથી રાહત મળી નથી. ગુજરાતની કોર્ટમાં હાર્દિક પટેલની તે અરજીને ફગાવી દીધી છે જેમાં જામીનને લઈને જોડાયેલી શરતોને હંગામી ધોરણે સ્થગિત કરવાની માગ કરવામાં આવી હતી. આ સાથે જ તેનો બિહાર ચૂંટણીમાં પ્રચાર કરવા માટેનો પ્લાન ફેલ ગયો છે. ગુજરાત કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી. તેમાં તેને ગુજરાત છોડતા અટકાવવાની સ્થિતિને હંગામી સ્થગિત કરવાની વિનંતી કરી હતી. જો કે કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલના જામીન અને ગુજરાત છોડવાની અરજીને લઈને સુનવણી થઈ

દેશદ્રોહના કેસમાં આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલના જામીન અને ગુજરાત છોડવાની અરજીને લઈને સુનવણી થઈ હતી. જેમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજીને ફગાવી દીધી હતી. હકીકતમાં, સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને એવી શરતે જામીન આપ્યા હતા કે તેઓ ગુજરાત છોડી શકશે નહીં.

બિહારની ચૂંટણીની તારીખો જાહેર થઈ

આજે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આજે જ હાર્દિક પટેલની કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે તેને ગુજરાત બહાર જવાની પરમિશન આપવામાં આવે પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. સરકારી વકિલે કોર્ટમાં દલિલ કરી હતી કે હાર્દિક પટેલ પર દેશદ્રોહનો આરોપ લાગેલો છે. જે ખૂબજ ગંભીર છે. એવામાં પટેલનું રાજ્યબહાર જવું યોગ્ય નથી.
ત્યાં હાર્દિક પટેલની અરજીમાં કહેવાયું હતું કે તેમને 90 દિવસ માટે રાજ્ય બહાર જવા દેવામાં આવે. જેનો વિરોધ કરતા સરકારી વકીલે કહ્યું કે ફક્ત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાને કારણે તેને બહાર જવા દેવામાં આવે તેયોગ્ય નથી. કાયદો બધાના માટે એક સરખો હોય છે. સાથે જ બીજા રાજ્યમાં પણ હાર્દિક પટેલના કારણે શાંતિભંગ થઈ શકે છે. તેવી પણ આશંકા વ્યક્ત કરાઈ હતી.

કોંગ્રેસને ફાયદો થઈ શક્યો હોત

કોર્ટ દ્વારા હાર્દિક પટેલની અરજી નામંજૂર થવાથી તેમને આંચકો લાગ્યો છે. હાર્દિક પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. બિહારમાં કણબી પાટીદારોના 5 ટકા મત છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલ જેવા યુવા નેતા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શક્યા હોત પરંતુ હવે તે બિહાર જઈને પ્રચાર કરી શકશે નહીં.

ત્રણ વખત હાર્દિક પટેલની કરાઈ ધરપકડ

જાન્યુઆરીથી ત્રણ વખત હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. 18 જાન્યુઆરી, 2020 ના રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સામે કોર્ટમાં હાજર નહીં થવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ એડિશનલ સેશન્સ જજે હાર્દિક પટેલ વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું અને અમદાવાદ સિટી પોલીસે હાર્દિક પટેલની વિરમગાંવ નજીકથી ધરપકડ કરી હતી. આ પછી હાર્દિક પટેલ જામીન પર બહાર આવ્યો હતો.

હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ

જણાવી દઈએ કે વર્ષ 2016 માં અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસ કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાંચે આ તમામ સામે ચાર્જશીટ દાખલ કરી છે. કેસ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે.

READ ALSO

Related posts

જૂનાગઢ : પ્રથમ દિવસે જ રોપ વેની ટિકિટના ભાવ શાંભળી ઠંડી ચઢી ગઈ, મુસાફરોએ કહ્યું- કમાણીનું સાધન છે રોપ વે

Nilesh Jethva

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratik shah

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!