GSTV
Gujarat Government Advertisement

બિહારના મોટાભાઈ નીતિશ સાથે નાનાભાઈ ભાજપની ગળાકાપ ચૂંટણી, ચિરાગ તો છે માત્ર મહોરું

Last Updated on October 5, 2020 by Karan

બિહારની ભૂમિ હંમેશા ગુજરાતની જેમ રાજકારણના નવા દાવની પ્રયોગશાળા રહી છે, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ આખા દેશની આશ્ચર્યમાં મૂકી દે એવું હશે. ગઠબંધનની અંદર ગઠબંધનનું રાજકારણ જોવા મળી રહ્યું છે. મહાગઠબંધન અથવા એનડીએમાં સત્તા માટે સમાધાન તો કર્યું છે. પણ તે એક બીજાને પાડી દેવા માટેનું ગઠબંધન લાગે છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અસલી લડાઇ ભાજપ અને નીતીશ કુમાર વચ્ચે છે. આ મેચમાં ચિરાગ પાસવાન અને તેની પાર્ટી – એલજેપીનો મોહરા તરીકે થઈ રહ્યો છે.

જનતા દળ યુ મોટા ભાઈ અને ભાજપ નાના ભાઈની ભૂમિકામાં

2014ની લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં સ્પષ્ટ હતું કે જનતા દળ યુ મોટા ભાઈ અને ભાજપ નાના ભાઈની ભૂમિકામાં હતો. 2019ની લોકસભાની ચૂંટણી પછી વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ ચૂંટણીમાં નીતીશ કુમારની અપેક્ષાઓની વિરુદ્ધ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ઈવીએમમાં ભારે મતો મળ્યા હતા. જ્યારે 2016 માં ભાજપ અને જેડીયુ એક બન્યા હતા. ત્યારે મોટો ભાઈ કોણ છે તે અંગે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ અને જેડીયુએ સમાન સંખ્યામાં બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ પછી પણ મોટા ભાઈ અને નાના ભાઈની વાત અટકી નહીં. બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપના નેતાઓ જેડીયુ + ભાજપને જોડિયા ભાઈ તરીકે સંબોધન કરી રહ્યા છે. જો કે જેડીયુના નેતાઓ આ નિવેદન પર મૌન છે. ભાજપ અને જેડીયુમાં વધુ બેઠકો પર કોણ ઉમેદવારો ઉતારશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!