GSTV

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા ચરણમાં 74 સીટો ઉપર મતદાન 28 ઓક્ટોબરે થવાનું છે ત્યારે આ ચૂંટણી મેદાનમાં ઉભા રહેલા કુલ 1065 ઉમેદવારોમાંથી 153 ઉમેદવારો કરોડપતિ છે. બાહુબલીની સંખ્યા પણ ઓછી નથી. પરંતુ આ પણ સત્ય છે કે તમામ કરોડપતિ બાહુબલી નથી. આ જાણકારી ઉમેદવારોએ પોતાના નામાંકનની સાથે રજૂ કરેલા શપથપત્રમાંથી મળી છે.

કઈ પાર્ટીના છે ઉમેદવારો

શપથપત્રમાં જણાવ્યા પ્રમાણે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાંથી 60 ટકા કરોડપતિ ઉમેદવારો ભાજપ-જદયુ-હમ-વીઆઈપી પાર્ટીના છે. આવી જ રીતે 58 ટકા ઉમેદવારો મહાગઠબંધન સાથે જોડાયેલા રાજદ-કોંગ્રેસ-વામ દળોના છે. એટલું જ નહીં જદયુના 69 નિવર્તમાન ધરાસભ્યોમાંથી 51, ભાજપના 54માંથી 33, રાજદના 80 નિવર્તમાન ધારાસભ્યો ઉમેદવારોમાંથી 51 અને કોંગ્રેસના 25માંથી 17 નિવર્તમાન ધારાસભ્યો કરોડપતિ છે. નિવર્તમાન ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો લોજપાના છે અને બંને કરોડપતિ છે. તો ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના એક માત્ર ધારાસભ્ય પણ કરોડથી વધારે છે. જણાવી દઈએ કે, મેદાનમાં ઉતરેલા 153 કરોડપતિની ઉમેદવારોની હેસિયતએક કરોડથી 53 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ તો જાહેર કરેલા ઉમેદવારો છે. ભાગલપુરના કહલગામથી ભાજપના ઉમેદવાર પવન યાદવ પોણા ચાર કરોડ રૂપિયાથી વધારેના માલિકછે. તેના ઉપર પાંચ કેસો પણ નોંધાયા છે. તો કોંગ્રેસના કદાવર નેતા સદાનંદ સિંહના લાડલા એન્જીનિયર શુભાનન્દ મુકેશ પણ પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. તેની રોકડ અને સંપતિ સાડા ચાર કરોડથી વધારે છે. તે ટાટા સ્ટીલમાં એજીએમના પદ ઉપર રાજીનામુ આપી ચૂંટણી લડી રહ્યાં છે. તેના ઉપર પણ કેસ ચાલી રહ્યો છે.

સુલતાન ગંજના કોંગ્રેસના ઉમેદવાર પાસે છે કરોડોની સંપત્તિ

સુલતાન ગંજના કોંગ્રસના ઉમેદવાર લલન કુમારની સંપતિ પણ કરોડોમાં છે. તેના ઉપર 10થી પણ વધારે કેસ નોંધાયા છે. તો ભાગલપુર ડિવિઝનના બાંકા જિલ્લાના બેલહારથી લોજપાની ટિકીટ ઉપર ચૂંટણી લડી રહેલી કુમારી અર્ચના ઉર્ફે બેબી યાદવ પણ બેંક અને રોકડ મળીને સવા છ કરોડ રૂપિયાથી વધારેની સંપતિની માલિક છે. તો બાંકાથી લોજપાના ઉમેદવાર મીના દેવીનું નામે સાડા 10 કરોડ રૂપિયાની રોકડ સંપતિ છે. બાંકા વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલી આરએસએસપીના ઉમેદવાર કૌશલ કુમાર સિંહના શપથપત્રમાં પોતાની સાડા 10 કરોડથી વધારેની રોકડ સંપતિના માલિક દર્શાવ્યા છે. મુંગેરના તારાપુર વિસ્તારના જદયુની ટિકીટ ઉપર લડનારા મેવાલાલ ચૌધરી 11 કરોડ રૂપિયાથી વધારેથી સંપતિનામાલિક છે. આ નિવર્તમાન જદયુના ધારાસભ્ય છે. અને ભાગલપુર સબૌરની બિહાર કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ રહી ચુક્યાં છે. તો આરા સંસદીય વિસ્તારમાં સંદેશ વિધાનસભાની સીટ ઉપરથી રાજદના ઉમેદવાર કિરણ દેવી દાસ 10 કરોડથી વધારે રૂપિયાના માલિક છે. કારકાટા લોકસભા વિસ્તારના ડિહરી વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા રાજદના ઉમેદવાર ફતેહ બહાદુર સિંહની પાસે પણ 12 કરોડ રૂપિયાથી વધારેની રોકડ સંપતિ છે.

મનોરમા દેવી પાસે છે 53 કરોડની સંપતિ

જદયુના એમએલસી મનોરમા દેવી આશરે 53 કરોડ રૂપિયાની રોકડ તથા સંપતિના માલિક છે. તે જદયુની ટિકીટ ઉપર ગયા જિલ્લાની અતરી વિધાનસભાની સીટ ઉપર ચૂંટણી મેદાનમાં પોતાની કિસ્મતને અજમાવી રહ્યાં છે. ગયાના કુખ્યાત બિંદી યાદવની પત્ની છે. તેના પુત્ર રોડ રેઝ હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે. ઓરંગાબાદ જિલ્લાની કુટુંબા સીટના કોંગ્રેસ ટિકીટ ઉપર ચૂંટણી લડી રહ્યાં છે. રાજેશ કુમારની હેસિયત સાડા 33 કરોડ રૂપિયાથઈ વદારે છે. તેને પોતાની સંપતિનું લીસ્ટ શપથપત્રમાં આપ્યું છે. જદયુના નવદાથી ઉમેદવાર કૌશલ યાદની ચલ અચલ સંપતિ 26.13 કરોડ રૂપિયા છે. તેના પ્રમાણે ચૂંટણી લડી રહેલા રાજદના ઉમેદવાર વિભા દેવીની સંપતિ 22 કરોડ 47 લાખ રૂપિયા છે.

2019માં લોકસભાની ચૂંટણી લડી ચુક્યાં છે

તેમાં તેના પતિ રાજબલ્લભ પ્રસાદ યાદવની ચલ અચલ સંપત્તિ પણ જોડાયેલી છે. તે સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહ્યાં છે. અને નિવર્તમાન રાજદના ધારાસભ્ય છે. રાજદના ટિકીટ ઉપર મોકામાં વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા અનંત સિંહ ઉર્ફે છોટે સરકાર અને તેની પત્ની નિલમ દેવીની મળીને ચલ અચલ સંપતિ 2015માં જ્યારે 28 કરોડ રૂપિયા હતી તો તે હવે વધીને 68.55 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ચાર વખત તે ધારાસભ્ય રહી ચુક્યા છે. ત્રણ વખત જદયુ અને એક વખત અપક્ષમાંથી જીત્યા છે. તેની પત્ની નિલમ દેવી 2019માં લોકસભાની ચૂંટણીમાં મુંગેર સંસદીય સીટ ઉપર કોંગ્રેસની ટિકીટ ઉપર લડી ચુકી છે. પરંતુ જદયુના રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ સામે હારી ગયા હતા. એડીઆર રિપોર્ટ કહે છે કે, નિવર્તમાન વિધાનસભામાં 160 એમએલએ કરોડપતિ છે.

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!