GSTV

કન્હૈયા કુમારની રેલીઓમાં જોવા મળે છે અનેરો ઉત્સાહ તો જૂજ બેઠકો માટે કેમ કરી રહ્યા છે પ્રચાર?

કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) બિહાર ચૂંટણીમાં પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ એ વાત ની ચર્ચા થઇ રહી છે કે મહાગઠબંધન તેમને સ્ટાર પ્રચારક તરીકે કેમ ઉપયોગ નથી કરી રહ્યું. કન્હૈયા હાલ તો માત્ર બેગુસરાયની વિધાનસભા બેઠકો માટે અથવા તો તેની આસપાસની કેટલીંક વિધાનસભા બેઠકો માટે જ પ્રચાર કરી રહ્યા છે. તેમની સભાઓમાં કન્હૈયા કુમાર (Kanhaiya Kumar)ને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કન્હૈયા જેવા સ્ટેજ પર આવે છે કે તેના પહેલા જ લોકો તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. ઘણા કાર્યકર્તાઓ તો તેમની સાથે સૅલ્ફી લેવા માટે છેક સ્ટેજ સુધી પહોંચી જતા જોવા મળે છે.

Kanhaiya Kumar

કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) પોતાના ભાષણમાં આનો ઉલ્લેખ કરતા કહે છે કે યુવાનોમાં આ એક ઘણી ખરાબ આદત છે. નેતા જયારે હેલીકૉપટરમાંથી ઉતરે છે ત્યારે તેને જોવા માટે આવે છે સેલ્ફી લે છે અને ઘરે જઈને સુઈ જાય છે. પણ હું આ વખતે કાર્યકર્તાઓને કહેવા માંગીશ કે ઘરે જઈને સુઈ નથી જવાનું. પરંતુ, પોતાની ઓળખાણના તમામ લોકોને ફોન કરીને કહેવાનું છે કે તેઓ વોટ આપવા મોટી સંખ્યામાં જાય અને બદલાવ પરિવર્તનમાં માધ્યમ બને.

ગઝલ સાથે Kanhaiya Kumarનું ભાષણ

કન્હૈયા પોતાના ભાષણમાં દુષ્યંત કુમારની ગઝલનો ઉલ્લેખ કરે છે કેસે કેસે મંઝર સામને આને લાગે હૈ, ગાતે ગાતે લોગ ચિલ્લાને લાગે હૈ, અબ તો તાલાબક પાની બદલડુ યારો, યહ કમલ કે ફૂલ કુમ્લહલાને લાગે હૈ. વાત જયારે એક વડીલ ઉંમરલાયક ઉમેદવારની આવે છે ત્યારે તેઓ તે યુવાનોને સમજાવે છે કે હવે બિહારનું ઓપરેશન કરવું જરૂરી છે અને જયારે ઓપરેશન કરવામાં આવે છે તો દર્દીને ખીચડી ખવડાવવામાં આવે છે તેમાં જુના ચોખા જ કામ આવે છે.

બેરોજગારી પર કન્હૈયાની વાત

યુવાનોને જોડવા માટે કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) પોતાના ભાષણમાં બેરોજગારી અને પલાયન રોકવામાં સરકારની નિષ્ફળતાની વાત કરે છ. તેની સાથે જ તેઓ યુવાનોને સલાહ આપે છે કે જોશમાં હોશ ન ખોઈ બેસવું. ગુસ્સામાં સવાલ તો પૂછવાના છે પરંતુ વિરોધીઓ પ્રત્યે ચૂંટણીમાં ગુસ્સો, નફરત, ભેદભાવ અને ધ્રુવીકરણથી પણ બચવાનું છે. કન્હૈયા કહેવા માંગે છે કે મહાગઠબંધનમાં સૌથી મોટો ડર તેમાં જોડાયેલા યુવાનોનો અતિઉત્સાહ હોઈ શકે છે. જેમાં વિપક્ષ તક શોધી શકે છે.

કન્હૈયા કુમારનો સંકલ્પ

બેરોજગારીના મુદ્દે કન્હૈયા કુમાર કહે છે કે બેરોજગારીમાં ભોપાલ, ઇન્દોર, પુણે અને અન્ય જગ્યાઓ પર બિહારના લોકોને અપમાનિત કરવામાં આવે છે. આ અપમાન ગુસ્સો તો અપાવે છે પરંતુ આ ગુસ્સાનો ઉપયોગ દિલ દુભાવવા નહિ પરંતુ સરકાર બદલવા કરવાનો છે. કન્હૈયા લોકોને બંને હાથ ઉઠાવીને સંકલ્પ લેવડાવે છે.

આંગણવાડી બહેનો માટે માનદ વેતન

ભાષણ દરમ્યાન કન્હૈયા કુમાર પોતાની માંનો ઉલ્લેખ કરતા કહે છે કે બિહારમાં રોજગાર પેદા કરવો તો પ્રાથમિકતા છે જ પરંતુ મારી માં આંગણવાડીમાં કામ કરે છે ને જો સરકારે બને છે તો માનદ વેતન પણ વધારશે. રાજસ્થાનના કોટા સ્થિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર પ્રહાર કરતા કન્હૈયા કુમાર કહે છે કે ભણનાર બિહારી કોટા, ભણાવનાર બિહારી કોટા, તો કોટામાં કોચિંગ શા માટે? જયારે સૌથી વધુ આઈએએસ અને એન્જીનીયર બિહારથી જ બને છે અને બિહારમાં પ્રતિભાની કોઈ કંઈ નથી તો પછી બિહારમાં કામ કેમ નથી કરતા?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!